કમાટીબાગમાં સૂત્રોચ્ચાર:300 બહેનો આંદોલન કરવા મળી રજૂઆત પહેલાં જ પોલીસે વિખેરી

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના કોર્પોરેશનમાં કામ કરતી આંગણવાડીની મહીલાઓ દ્વારા કમાટીબાગ ખાતે પોતાના પડતર પ્રશ્નો માટે થઈને દેખાવો કરવામાં આવ્યા હતાં. જ્યારે આવેદન આપવા જાય તે પહેલાં જ પોલીસે વિખેરી હતી. - Divya Bhaskar
શહેરના કોર્પોરેશનમાં કામ કરતી આંગણવાડીની મહીલાઓ દ્વારા કમાટીબાગ ખાતે પોતાના પડતર પ્રશ્નો માટે થઈને દેખાવો કરવામાં આવ્યા હતાં. જ્યારે આવેદન આપવા જાય તે પહેલાં જ પોલીસે વિખેરી હતી.
  • પગાર વધારો, સરકારી કર્મી બનાવો
  • આંગણવાડીની મહિલાઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મેદાનમાં

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સંલગ્ન ICDS વિભાગની આંગણવાડીની બહેનોએ પગાર વધારા, પડતર પ્રશ્નો, સરકારી કર્મચારીનો દરજ્જો અપાય તે માટે આંદોલન શરૂ કર્યું છે. કમાટીબાગમાં એકત્ર થયેલી 300 બહેનોએ સૂત્રોચ્ચાર કરી પોતાની માગણીઓ મુકી હતી. જોકે ફતેગંજ આઇસીડીએસ ઓફિસે આવેદનપત્ર આપવા જાય તે પહેલાં જ પોલીસ દ્વારા તેમને વેરવિખેર કરવામાં આવી હતી.મહિલાઓએ જણાવ્યું કે, તેઓ માત્ર રૂા.7500ના નામ માત્રના જ વેતનથી કામ કરે છે. તેમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે અને આ સિવાય તેમના અનેક પડતર પ્રશ્નો છે તે અંગે પણ યોગ્ય ઉકેલ લાવવામાં આવે.

આ અંગે કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું કે, 40થી 50 બહેનો એકત્ર થઈને ફતેગંજ આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસરને આવેદનપત્ર આપવા જવાનાં હતાં, પરંતુ તેઓ ન હોવાથી તેમને મારો સંપર્ક સાધ્યો હતો. હું આવેદનપત્ર લેવા જઉં તે પહેલાં જ બહેનોની પોલીસે પૂછપરછ કરતાં તેઓ જતાં રહ્યાં હતાં. આવેદનપત્ર મળ્યું નથી, પગારનો મુદ્દો હોવાનું જણાયું છે.

બાળકોના પોષણની તકેદારી રાખનાર બહેનોનો પગાર માત્ર 7,500 રૂપિયા
બહેનો સ્લમના બાળકોની શિક્ષા સાથે પોષણની તકેદારી રાખે છે. ચાર કલાકના માનદ વેતન તરીકે ~7,500 પગાર ચૂકવાય છે. વિભાગના સૂત્રો મુજબ 8 કલાકની નોકરી નથી. બહેનો 4 કલાક નોકરી કરે છે. તે મુજબનો પગાર યોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...