તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા પોલીસની કડકાઈ:કહ્યુ, ‘મોદીનો ફોન આવશે તો પણ તમને અહીંથી નહીં જવા દઈએ’, ખેડૂતોએ વિરોધમાં 50 કિલો ગુલાબના ફૂલો કચરામાં ફેંક્યા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકાથી દર્શન કરી પરત ફરેલા 56 લોકોને મંદિરમાં 4 કલાક બેસી રહેવું પડ્યું
  • MBBSમાં અભ્યાસ કરતી પુત્રીને મળવા આવેલા માતા-પુત્રી 7 કિલોના 2 થેલા ઊંચકીને કારલીબાગ અમિતનગરથી રાવપુરા ચાલતા ગયાં
  • SSGનાં તબીબો-નર્સ, 60 સફાઈ કર્મીઓ અને જમનાબાઈના ડોક્ટર અટવાયાં, માતા માટે બ્લડ લેવા યુવકને ચાલતા જવું પડ્યું

દ્વારકાથી દર્શન કરી વહેલી સવારે પરત ફરેલા કાછીયા પોળના 56 નાગરીકોને પોલીસે નરેન્દ્ર મોદીનો ફોન આવશે તો પણ જવા નહી દઈએ તેમ કહી ઘરે જવા દેતા ન હતા. જેથી માંજલપુરના લક્ષ્મીનારાયણ મંદિરમાં ચાર કલાક બેસી રહેવાનો વારો આવ્યો હતો. રાજમહેલ તાડફડિયા વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમે 7 જુલાઈના રોજ 56 જણા દ્વારકા ગયા હતાં. રથયાત્રાના દિવસે કર્ફ્યુંની જાણકારી અમને ન હતી. જેથી અમે વહેલી સવારે વડોદરામાં પ્રવેશ્યાં તો અમને પ્રવેશ ન મળ્યો હતો. વડોદરાની ચારે તરફ ફર્યા બાદ લાલબાગ ફાટક પાસે પોલીસે ફરીથી રોક્યાં હતાં. જ્યાં નરેન્દ્ર મોદીનો ફોન આવશે તો પણ નહી જવા દઈએ તેમ જણાવી દીધું હતું. આખરે અમારે 4 કલાક બેસી રહેયુ પડયું હતું.

1200થી વધુ લોકોએ રિક્ષા પકડવા 2 કિમી ચાલવું પડ્યું

કફર્યુના કારણે સૌથી વધુ કફોડી હાલત સવારે 9 વાગ્યા બાદ રેલવે સ્ટેશને બહારગામથી આવેલા 1200થી વધુ લોકોની થઇ હતી. રેલ યાત્રીઓએ નટરાજ સર્કલ સુધી રીક્ષા પકડવા માટે સામાન લઇને ચાલતાં જવું પડયું હતું. કેટલાક યાત્રીઓતો છે કે પંડયા બ્રીજ સુધી ચાલતાં ગયા હતા.અમેઠીથી આવેલા પરિવારે સસરદાર એસ્ટેટ સુધી જવા માટે રીક્ષા પકડવા બે કિલોમીટર ચાલવું પડયું હતું.

કચ્છથી આવેલાં માતા-પુત્રીને પોલીસે રિક્ષામાંથી ઉતારી મૂક્યાં

​​​​​​​​​​​​​​એમબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કચ્છથી મળવા આવેલાં તેનાં માતા રસીલાબેન બુચિયા અને બહેનને પોલીસે અમિતનગર પાસે તેમને રિક્ષામાંથી ઉતારી મૂકતાં તેઓને 7 કિલોના 2 થેલા લઈ 4 કિલોમીટર સુધી પગપાળા રાવપુરા જવાની ફરજ પડી હતી. રસીલાબેને જણાવ્યું હતું કે, એક તબક્કે તો પોલીસ કર્મચારીએ તમે અહીંયાં બેસી જાવ નહિતર ગાડીમાં નાખી દઈશું તેવી ધમકી પણ આપી હતી. ​​​​​​​બીજી તરફ ચાર દરવાજા વિસ્તારમાં સવારે સફાઇ કર્મીઓને પણ જવા દીધા નહતા. ડોર ટુ ડોરની ગાડીઓ માટે પણ પ્રવેશબંધી લાદી દેવાઈ હતી. આ ઉપરાંત વોર્ડ ઓફિસર સહિતના સ્ટાફને જવા દેવાયો નહોતો.જેથી બપોરે સફાઇ કરાઇ હતી.

હોસ્પિટલે જતી ગર્ભવતી મહિલાને પોલીસે દંડો બતાવી અટકાવી દીધી

સોમવારે ગાંધીનગર ગૃહ પાસે એક ગર્ભવતી મહિલા દવાખાનામાં દાખલ થવા નિકળતા પોલીસે તેને દંડો બતાવીને ઘરે જતાંરહેવાનું કહ્યા બાદ જવા દેવાઈ હતી. રથ કોઠી કચેરીની આગળ સુધી નીકળી ગયો હોવા છતાં પણ પોલીસની આડોડાઇને પગલે ઇમર્જન્સી સર્વિસ કરતાં હેલ્થ વર્કરો અટવાઇ ગયા હતા. ​​​​​​​એસએસજીના તબીબો અને નર્સને કાલાઘોડા પાસે રોકાતા રકઝક બાદ જવા દીધા હતા. ખાસવાડી સ્મશાન નજીક પોલીસ દ્વારા SSG હોસ્પિટલના 60 સફાઈ કર્મચારીઓને રોકવમાં અાવ્યા હતા અને એક કલાક બાદ જવાદેવાયા હતા. જમનાબાઇ હોસ્પિટલના આરએમઓએ પણ આઇકાર્ડ બતાવવા છતાં ઘરે પરત જવાની ફરજ પડી હતી, જ્યારે અન્ય એક સર્જનને તો આઇકાર્ડ બતાવવા છતાં પોલીસે પરત મોકલ્યા હતા.

પોલીસે વેપારીઓને અટકાવતાં 50 કિલો ગુલાબ કચરામાં નાખ્યાં​​​​​​​

ખંડેરાવ માર્કેટ અને લાલબાગ બ્રિજ નીચે ફૂલ વેચવા માટે આવતા ખેડૂતોને પોલીસે અટકાવતા લાલબાગ રોડ પર ફૂલ પાથરી નારાજગી દર્શાવી હતી. આસપાસનાં ગામોમાંથી સવારે ફૂલો લઈને વડોદરા આવતા ખેડૂતો અને વેપારીઓને પણ પોલીસે અટકાવ્યા હતા.​​​​​​​ શહેરના લાલબાગ રોડ પર પાદરા તરફથી ફૂલ વેચવા આવતા ખેડૂતો અને વેપારીઓને અવધૂત ફાટક તેમજ લાલબાગ બ્રિજ નીચે જતાં રોકી કર્ફ્યૂ બાદ જવાનું કહેતાં ઉશ્કેરાયેલા ખેડૂતોએ અવધૂત ફાટકથી લાલબાગ બ્રિજ વચ્ચેના રોડ પર ગુલાબનાં ફૂલની પાથરી નારાજગી દર્શાવી હતી. તો 50 કિલો ગુલાબનો જથ્થો કચરાના ઢગલામાં ફેંકી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...