વડોદરામાં પરિણીતા પર અત્યાચાર:સિંગાપોરની ટૂરમાં પત્નીને દારૂ પીવા દબાણ કરીને અમાનુષી ત્રાસ આપતા પતિ અને સાસુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ તેની પત્નીને કહેતો કે, તું મને ગમતી નથી મારે છૂટાછેડા જોઇએ છે

સિંગાપોરની ટૂર દરમિયાન પતિએ તેની પત્નીને જબરજસ્તીથી દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત અવારનવાર શારિરીક અને માનસિક ત્રાસ આપનાર પતિ અને સાસુ વિરુદ્ધ પરિણીતાએ વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિ અને સાસુ ઝઘડો કરીને ટોર્ચર કરતા હતા
વાપીમાં રહેતી હેતવી સોની(નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ-2019 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ વડોદરાના કેયુર સોની(રહે, સત્યમ પાર્ક, સંગમ ચાર રસ્તા, હરણી રોડ, વડોદરા) સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. કેયુર ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. લગ્ન બાદ પતિ તથા સાસુ નાની-નાની વાતમાં ઝઘડો કરીને ટોર્ચર કરતા હતા.

તું મને ગમતી નથી મારે છૂટાછેડા જોઈએ છે
પતિ-પત્નીની સિંગાપુરની ટ્રીપ સમયે પતિએ પત્નીને દારૂ પીવા માટે દબાણ કર્યું હતું. જેનો પ્રતિકાર કરતાં પતિએ અપશબ્દો બોલી લાફો ઝીંકી દીધો હતો. યુવતી ગર્ભવતી બનતા ઇન્ફેક્શનની સારવાર માટેનું જણાવતા સાસરિયાઓ તેને નાટક સમજતા હતા. દરમિયાન પતિએ જણાવ્યું હતું કે, તું મને ગમતી નથી મારે છૂટાછેડા જોઈએ છે, તેવી ફરિયાદના આધારે પોલીસે પતિ કેયુર તથા સાસુ પરાગીબેન વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી
બીજા એક કિસ્સામાં આણંદમાં માતા સાથે પિયરમાં રહેતી 33 વર્ષીય પરિણીતાને લગ્નના 14 વર્ષ દરમિયાન પતિએ શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા મામલો વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ દહેજ પેટે સ્કૂટરની માગ કરતો હતો. તેમજ 'તું મને છૂટાછેડા નહીં આપે અને ફરીથી મારા ઘરે આવીશ તો જીવથી હાથ ધોવા પડશે' તેવી ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી.

દહેજ ભૂખ્યા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
બીજી એક ફરિયાદમાં વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાને સુરતના સાસરિયાઓ દહેજ ઓછું લાવી છે. તારા પિતા ભિખારી છે. તેમ કહી ખુબ માનસિક અને શારીરિક ત્રાસ આપતા મામલે પરણીતાએ ફરિયાદ કરી હતી. પરંતુ તે વાતે સમાધાન થઇ જતા પરણીતાએ પછી તેની સાસરીમાં જતી રહી હતી. જોકે આટ્લેજ અટક્યું ન હતું. સમાધાન થઇ ગયા બાદ સાસરિયાઓએ ફરીથી પરણીતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકી હતી. સમગ્ર મામલે પરણીતએ ફરી એક વાર સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...