તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Police Complaint Against 4 Including Romeo For Harassing A Std 9 Student For Marrying A Std 9 Student In Vadodara's Itola Village For The Last One Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી:વડોદરાના ઇટોલા ગામમાં ધો-9ની વિદ્યાર્થિની સાથે લગ્ન કરવા માટે છેલ્લા એક વર્ષથી હેરાન કરતા રોમિયો સહિત 4 સામે પોલીસ ફરિયાદ

વડોદરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • આરોપી યુવક 'તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ' તેવા ધમકીભર્યા મેસેજ મોકલતો હતો

વડોદરા શહેર નજીક ઇટોલા સ્ટેશન પાસે ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને લગ્ન કરવા માટે છેલ્લા એક વર્ષથી હેરાન કરતા રોમિયો અને તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પોલીસે ફરિયાદના આધારે છેડતીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવક અવારનવાર પીછો કરીને ધમકી આપતો હતો
વડોદરા શહેર નજીક આવેલા ઇટોલા રેલવે સ્ટેશન પાસે રહેતી 14 વર્ષીય સગીરા ધો-9માં અભ્યાસ કરે છે. સગીરાની પાડોશમાં રહેતો દિપક(નામ બદલ્યું છે) છેલ્લા એક વર્ષથી સગીરા પાછળ એક તરફી પ્રેમમાં પડ્યો હતો અને લગ્ન કરવા માટે અવારનવાર પીછો કરીને મોબાઈલ ફોન પર 'તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ' તેવા ધમકીભર્યા મેસેજ મોકલી હેરાન કરતો હતો.

આરોપીનો ભાઇ પણ મદદ કરતો હતો
સગીરા શાળાના દરવાજા પાસે ઉભી હતી, તે વખતે આરોપીના બે મિત્રો પણ 'દિપક જે કહે તે કરવાનું, નહીં તો તને જાનથી મારી નાખશે' તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા, ત્યાર બાદ આરોપીએ સગીરાનો હાથ પકડતા તેણે બુમરાણ મચાવતા આરોપી નાસી છૂટ્યા હતા. આરોપીનો ભાઇ પણ આ ગુનામાં મદદગારી કરીને પોલીસ અમારું કંઇ બગાડી નહીં શકે, તેમ જણાવી ધમકાવતો હતો.

પોલીસે આ મામલે 4 યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી
સગીરાએ સમગ્ર બાબત તેના પિતાને જણાવતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે 4 યુવાનો વિરુદ્ધ છેડતી, ધાક-ધમકી તથા પોક્સો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. ઇટોલા રેલવે સ્ટેશન પાસે બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. આરોપીઓની ધરપકડ બાદ અન્ય વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો