• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Police Complaint Against 12 Including Sarpanch Candidate Eshra Patel In Sankheda's Kavitha, Threatening To Kill Rival Candidate's Husband And Son

મોડલ સામે ફરિયાદ:સંખેડાના કાવિઠામાં સરપંચપદનાં ઉમેદવાર એશ્રા પટેલ સહિત 12 સામે ફરિયાદ, હરીફ ઉમેદવારના પતિ-પુત્રને જાનથી મારવા ધમકી આપી

વડોદરાએક મહિનો પહેલા
કાવિઠાના સરંપચપદના ઉમેદવાર અને મોડલ એશ્રા પટેલ.
  • હરીફ ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • મોડલ એશ્રા પટેલ છોટાઉદેપુર જિલ્લાના કાવીઠા ગામે સરપંચની ચૂંટણી લડ્યાં છે

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામની ચૂંટણી લડી રહેલી મોડલ એશ્રા પટેલ સામે હરીફ ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટની પોલીસ ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મોડલ એશ્રા પટેલનાં માતા-પિતા સહિત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એક મતદારના આધારકાર્ડ પર હરીફ ઉમેદવારના પતિને શંકા જતાં ચૂંટણી અધિકારીને રજૂઆત કરીને મત આપવા દીધો નહોતો. ત્યાર બાદ મતદાન મથકની બહાર એશ્રા પટેલ સહિત 12 લોકોએ હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જાહેરમાં જાતિવિષયક અપમાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કોની કોની સામે ફરિયાદ નોંધાઈ છે ?
સંખેડા પોલીસ સ્ટેશનમાં એશ્રા નરહરિભાઇ પટેલ, નરહરિભાઇ ભગવાનભાઇ પટેલ, રૂપેશભાઇ ગોવિંદભાઇ પટેલ, વિપુલભાઇ જશભાઇ પટેલ, સચિનભાઇ અનિલભાઇ પટેલ, કૃષ્ણકાંતભાઇ લક્ષ્મણભાઇ પટેલ, મીનાક્ષી નરહરિભાઇ પટેલ, શૈલેશ મોહનભાઇ પટેલ, મહેશભાઇ જેસિંહભાઇ રબારી, સુભાષભાઇ ઉદેસિંહ ચૌહાણ અને સરદારસિંહ ફતેસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઇ છે.

મોડલ એશ્રા પટેલ છોટાઉદેપુર જિલ્લાના કાવિઠા ગામે સરપંચની ચૂંટણી લડી છે.
મોડલ એશ્રા પટેલ છોટાઉદેપુર જિલ્લાના કાવિઠા ગામે સરપંચની ચૂંટણી લડી છે.

ફરિયાદ કોણે નોંધાવી?
એશ્રા પટેલની હરીફ ઉમેદવાર જ્યોતિબેનના પતિ મનોજભાઇ નાથાભાઇ સોલંકીએ 143,147,149, 504, 506(2) અને એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મોડલે કાવિઠા ગામની શાળાના બૂથ પર મતદાન કર્યું હતું
મુંબઇની મોડલ એશ્રા પટેલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામમાંથી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મોડલ એશ્રા પટેલે રવિવારે કાવિઠા ગામની શાળાના બૂથ પર મતદાન કર્યું હતું.

. મોડલ એશ્રા પટેલે રવિવારે કાવિઠા ગામની શાળાના બૂથ પર મતદાન કર્યું હતું.
. મોડલ એશ્રા પટેલે રવિવારે કાવિઠા ગામની શાળાના બૂથ પર મતદાન કર્યું હતું.

ચાર મહિલાએ ઉમેદવારી કરી
મુંબઈની મોડલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવિઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે, ત્યારે ચાર મહિલાએ ઉમેદવારી કરી છે, જેમાં કાવિઠા ગામની અને મુંબઈમાં મોડલિંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.

100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી
એશ્રા પટેલ વર્ષોથી મોડલિંગ કરે છે અને અત્યારસુધીમાં તેણે પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ ઊંચી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે. ‌‌‌‌‌તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડલિંગ કર્યું છે.

હરીફ ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
હરીફ ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પરિવારમાં પિતા પણ રાજકારણી
એશ્રા પટેલના પિતા નરહરિ પટેલ, ગામના સરપંચ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે, જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.

(અહેવાલઃ સંજય ભાટિયા, સંખેડા)