ઘરેલુ હિંસા:'મારે સંતાનમાં દીકરો જ જોઇએ' તેમ કહી પતિએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મારઝૂડ કરી

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પતિ અને સાસરીયા સંતાનમાં દીકરો જ જોઈએ તેવું દબાણ કરી મારી નાખવાની ધમકી આપતો હતો(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
પતિ અને સાસરીયા સંતાનમાં દીકરો જ જોઈએ તેવું દબાણ કરી મારી નાખવાની ધમકી આપતો હતો(પ્રતિકાત્મક તસવીર)
  • પોલીસે સ્ત્રી સતામણી, મારામારી અને ધાકધમકીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરની મહિલાને તેના પતિએ 8 વર્ષના લગ્ન જીવન દરમિયાન માનસિક અને શારીરિક ત્રાસ આપીને પરેશાન કરી દીધી હતી. મહિલાએ અગાઉ નોંધાવેલ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટનો કેસ પરત ખેંચવા તથા નવું મકાન ખરીદવા પિયરમાંથી પૈસા લાવવા પતિ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. પરિણીતાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ મૂક્યો છે કે, પતિ અને સાસરીયા સંતાનમાં દીકરો જ જોઈએ તેવું દબાણ કરી મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પતિની બદલી થતાં ગાંધીનગર રહેવા ગયા
વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં રહેતા મિત્તલબહેને(નામ બદલ્યું છે) લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા મુજબ મિત્તલનું લગ્ન વર્ષ 2013માં શશાંક શશિભૂષણ વર્મા (રહે, પટના, બિહાર) સાથે થયા હતા. શશાંક અમદાવાદ ખાતે આવેલ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. લગ્ન થયા ત્યારે પટનામાં રહ્યા હતા અને બાદ બેંગ્લોર ખાતે રહેવા ગયા હતા. આ દરમિયાન વર્ષ-2014માં અમને એક દીકરીની પ્રાપ્તિ થઇ હતી. વર્ષ 2015થી 2018 સુધી અમે મુંબઈ ખાતે રહ્યા હતા અને તે બાદ શશાંકની બદલી થઇ જતા અમે ગાંધીનગર ખાતે રહેવા આવી ગયા હતા.

પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો
લગ્ન બાદ શશાંક મને ખુબ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો, જેથી મિત્તલબહેન વડોદરા પિયરમાં રહેવા આવી ગઇ હતી. વર્ષ 2015માં પરિણીતાએ પતિ વિરૂદ્ધ વડોદરાની ફેમિલી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી અને તે વાતને લઇને સમાધાન થઇ જતા કેસ પાછો ખેંચી લીધો હતો.ત્યાર બાદ બંને ગાંધીનગર પરત રહેવા ગયા પરંતુ શશાંકમાં બદલાવ આવ્યો નહોતો.

પોલીસે સ્ત્રી સતામણી, મારામારી અને ધાકધમકીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર)
પોલીસે સ્ત્રી સતામણી, મારામારી અને ધાકધમકીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર)

પત્ની કંટાળીને વડોદરા આવી ગઇ
શશાંક નોકરી પરથી ઘરે આવી તે મારા વિરુદ્ધ કેમ કેસ કર્યો તેમ કહી મારઝુડ કરવા લાગતો અને અમદાવાદ ખાતે નવું મકાન ખરીદવું છે, તારા પિયરમાંથી પૈસા લઇ આવ તેમ કહી ખુબ દબાણ કરતો હતો અને માનસિક ટોર્ચર કરી બીજા સંતાન વખતે દીકરો જ જોઈએ તેમ જણાવતો. આ બધું થતા હું છેવટે કંટાળી વડોદરા પિયરમાં આવી ગઈ હતી.

પત્ની અને સાસુ-સસરાને જાનથી મારી નાખવાની ધમકી આપી
હું પિયર હતી, ત્યાં પણ શશાંક આવી મારા માતા-પિતા સહિત મારી સાથે મારામારી કરતો. ગત 26 સપ્ટેમ્બરના રોજ શશાંક ફરીથી મારા પિયરમાં આવ્યો હતો અને મારી સાથે મારામારી કરી હતી તથા મારા માતા-પિતા સહિત મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બધાથી છેવટે કંટાળી મેં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદના આધારે સ્ત્રી સતામણી, મારામારી અને ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...