ભૂમાફિયાઓ સામે કાર્યવાહી:વડોદરામાં જેઠ અને દિયરે વિધવા ભાભીને જમીનનો કબજો ન સોંપીને જાનથી મારી નાખવાની ધમકી આપી, 5 સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કરજણ પોલીસે 5 સામે ફરિયાદ નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં

વડીલોપર્જીત જમીન મિલકતની સરખે ભાગે વહેંચણી કર્યાં બાદ જેઠ અને દિયર દ્વારા જમીનનો કબજો વિધવા ભાભીને નહીં સોંપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મિલકત પચાવી પાડવા મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

વડીલોપર્જીત જમીનની સરખેભાગે વહેંચણી થઇ હતી
વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં રહેતા 59 વર્ષીય મહિલા વર્ષાબેન પ્રહલાદભાઇ ભગતના સસરા ઇશ્વરભાઇ મોહનભાઈ પટેલની માલિકીની 125 વિઘા ખેતીની જમીનો ગણપતપુરા તથા ધાવટ ગામની સીમમાં આવેલી છે. આ ઉપરાંત મિલકતમાં ગણપતપુરા ગામમાં બે મકાનો તથા એક ગોડાઉન અને વડોદરામાં વ્રજ સિદ્ધિ ટાવરમાં ઓફિસ પણ આવેલી છે. જેમાં તેમના પતિનો પણ હિસ્સો છે. જે મિલકતોની કુટુંબમાં સરખે ભાગે વહેંચણી કરી હતી.

જેઠ અને દિયરે ભાભીને જમીનનો કબજો ન સોંપ્યો
વર્ષ 2016 દરમિયાન તેમના પતિ પ્રહલાદભાઈનું મૃત્યું થયું હતું. ત્યારબાદ દિયર પ્રવીણભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેઠ હસમુખભાઈ ઈશ્વરભાઈ પટેલ, સાસુ રૂક્ષ્મણીબેન, દેરાણી શકુંતલાબેન પ્રવીણભાઈ પટેલ તથા જેઠાણી વર્ષાબેન હસમુખભાઈ પટેલે(તમામ રહે, ગણપતપુરા ગામ, કરજણ, વડોદરા) ભાગે આવેલી જમીન, ઓફિસ તથા ઓરડીનો હિસ્સો આપ્યો ન હતો.

પોલીસે 5 સામે ફરિયાદ નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં
વર્ષાબેનના ભાગે આવેલી જમીન પ્રવીણભાઈ તથા હસમુખભાઈ ખેડતા અને ઉપજનો ભાગ પણ આપતા ન હતા અને વર્ષાબેનને ખેતર ખેડવા નહીં દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેવી ફરિયાદના આધારે કરજણ પોલીસે લેન્ડ ગ્રેબિગ એકટ સહિતની કલમો હેઠળ ઉપરોક્ત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...