કામગીરી:પોલીસે 15000 વાહન ચેક કર્યાં, પણ કંઇ મળ્યું નહીં

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીમાં ગેરરીતિ રોકવા 60 ટીમ બનાવવામાં આવી
  • ટીમોએ​​​​​​​ ચૂંટણી અધિકારીને રિપોર્ટ કરવાનો હોય છે

વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગરબડ કે ગેરરિતી ના થાય તેના માટે શહેર પોલીસ દ્વારા 15 ફલાઇંગ સ્કવોડ અને 45 સ્ટેટેટીકલ સર્વેલન્સ ટીમ બનાવામાં આવી છે. આ 60 ટીમો ચૂંટણી પ્રચારની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે. છેલ્લા 21 દિવસમાં ટીમો દ્વારા 15000 વાહનોની ચકાસણી કરવામાં આવી છે પરંતુ તેમાંથી કોઈ વાંધાજનક ચીજ-વસ્તુ મળી નથી.ટીમે કામગીરીનો રિપોર્ટ ચૂંટણી અધિકારીને કરવાનો હોય છે.

શહેરના ટોચના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘બંને ટીમો મળીને કુલ 150 લોકો કામ કરી રહ્યા છે. દરેક ટીમ સાથે સીઆરપીએફનો સ્ટાફ પણ હોય છે.ફલાઇંગ સ્કવોડમાં એક એકઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ, પાંચ પોલીસ જવાનો અને એક સીઆરપીએફ જવાન હોય છે.જયારે સ્ટેટીકલ સર્વેલન્સ ટીમની 45 ટીમો છે, આ ટીમ કોઈ એક જગ્યાએ એક કલાક ઉભી રહે તો કોઈક જગ્યાએ બે કલાક પણ વોચ રાખે છે.ચૂંટણી અંગે કોઈને ફરિયાદ હોય તો તે ફલાઈંગ સ્કવોડને રજૂઆત કરી શકે છે.ફલાઈંગ સ્કવોડ ત્રીજી નવેમ્બર અને સ્ટેટીકલ સ્કવોડ 9મી નવેમ્બરથી કામ કરી રહી છે.21 દિવસમાં 15000 જેટલા વાહનોનું ચેકિંગ કર્યું છે પણ કોઈની પાસેથી કાંઇ વાંધાજનક મળેલું નથી.

અન્ય સમાચારો પણ છે...