તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી:વડોદરામાં સમાજસેવિકાને પ્રેમ સંબંધ બાધવા હેરાન કરીને માર મારનાર પિતા-પુત્રની ધરપકડ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી પ્રતિક કેરી - Divya Bhaskar
આરોપી પ્રતિક કેરી
  • પોલીસે ફરાર થઇ ગયેલા આરોપી પુત્ર બાદ પિતાની ધરપકડ કરી

પ્રેમ સંબંધ બાંધવા સમાજસેવિકાને હેરાન કરતા અને માર મારનાર માથાભારે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક કેરી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કર્યાબાદ ફરાર થઈ ગયેલા પિતા દિલીપ કેરીની પણ ધરપકડ કરી છે.

મહિલાના બનેવીને ફોન કરીને અપશબ્દોનો મારો કર્યો
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા દિલીપ કેરી દ્વારા સમાજસેવિકા મહિલાને પ્રેમ સંબંધ રાખવા માટે જણાવીને અવાર-નવાર છેડતી કરવામાં આવતી હતી. એટલું જ નહીં કેટલીક વખત દિલીપ કેરીએ મહિલા સાથે ઝગડો કરીને માર મારવાની ઘટનાઓ પણ ઘટી હતી. બુધવારે દિલીપ કેરીએ તમામ હદ વટાવીને મહિલાના બનેવીને ફોન કરીને અપશબ્દોનો મારો કર્યો હતો. જેથી મહિલા તેને સમજાવવા માટે પહોંચી હતી.

મહિલાના છાતીના ભાગે હાથના નખોરીયા ભરી લીધા
દરમિયાન ઉશ્કેરાયેલા દિલીપ કેરીએ મહિલાના છાતીના ભાગે હાથના નખોરીયા ભરી લીધા હતા અને સ્થળ પર હાજર મહિલાના ભાઇને દિલીપ કેરીના પુત્ર પ્રતિક કેરીએ માર માર્યો હતો. લાતો અને મુક્કાથી માર મારતા સમાજસેવિકા મહિલા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવવા માટે ગઇ હતી. પોલીસે ફરિયાદના આધારે માથાભારે પિતા અને દિલીપ કેરી ઠાકુર અને તેના પુત્ર પ્રતિક દિલીપ કેરી ઠાકુર સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

આરોપી પિતા-પુત્રને પોલીસે ઝડપ્યા
પોલીસે પિતા અને પુત્ર પૈકી પ્રતિક દિલીપ કેરીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને તેનો કોરોનાનો ટેસ્ટ કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ફરાર થઇ ગયેલા દિલીપ કેરીની ધરપકડના ચક્રો ગતિમાન કરી ઝડપી લીધો છે.

ફરાર થઈ ગયેલા દિલીપ કેરીને પોલીસે ઝડપી લીધો હતો.
ફરાર થઈ ગયેલા દિલીપ કેરીને પોલીસે ઝડપી લીધો હતો.

દિલીપ કેરીની પત્નીએ પણ મહિલા સામે ફરિયાદ નોંધાવી
દિલીપ કેરીની પત્ની અનિતા દિલીપ ઠાકુરે પણ મહિલા અને તેના ભાઇ-બહેન સામે ફરિયાદ નોંધાવી હતી કે મહિલા તેના ભાઇ બહેન સાથે તેમના ઘેર આવી હતી અને દિલીપ કયાં છે તેમ કહી પુત્ર પ્રતિકને તારા પિતાને કહો કે ખાધા ખોરાકીના પૈસા આપી દે.ત્યારબાદ ત્રણેય જણાએ માર માર્યો હતો. દિલીપ કેરી છોડાવવા વચ્ચે પડતાં ત્રણેય જણા મારામારી કરવા લાગ્યા હતા અને મહિલાએ ધમકી આપી હતી કે તને આ ઘરમાંથી કાઢી મુકાવીશ અને હું આત્મહત્યા કરી તમને બધાને ફીટ કરી દઇશ.

દિલીપ કેરી સામે 7થી વધુ ગુના

દિલીપ કેરી
દિલીપ કેરી

પોલીસે જણાવ્યું હતું કે નામચીન દિલીપ કેરી સામે 2003થી અત્યાર સુધી હત્યા ,રાયોટીંગ સહીતના 7થી વધુ ગુના નોંધાયેલા છે. હવે છેડતીનો ગુનો સામેલ થયો છે. તેને 3 વાર પાસા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...