તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જરોદની હોસ્ટેલમાં દરોડા માટે ગ્રીલ તોડી પોલીસ અંદર પ્રવેશી

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ આગમનની જાણ કરવા એક શખ્સને પણ ઊભો રાખ્યો હતો
  • દબાણ આવતાં જુગારીઓને છાવરવાનો પોલીસનો પ્રયાસ

વાઘોડિયાના જરોદ ગામમાં ગાયત્રી નગર સોસાયટીના નાકે આવેલી ઘનરાજ હોસ્ટેલમાં બાતમીના આધારે વાઘોડીયા પોલીસે દરોડો પાડી જુગાર રમતાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય તથા વેપારી મંડળના પ્રમુખ અને હોસ્ટેલનો માલિક સહિત 6 જુગારીને પકડયા હતા અને 6.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ જયારે પહોંચી ત્યારે બહાર પોલીસ આવે તો જાણ કરવાના ઇરાદાથી ઉભા રખાયેલો કર્મચારી પણ ઝડપાયો હતો. જુગારીઓ ભાગી ના છુટે તે માટે પોલીસ બારીની ગ્રીલના સળીયા કાઢીને હોસ્ટેલમાં પ્રવેશી હતી.

જરોદની ઘનરાજ હોસ્ટેલમાં પોલીસે દરોડો પાડી તાલુકા પંચાયતના સભ્ય અને માજી સરપંચ વનરાજસિંહ કરણસિંહ ચૌહાણ , બિલ્ડર અને ખેડુત નિરવ ઠાકોરભાઇ પટેલ, ધનરાજ હોસ્ટેલનો માલીક અને બિલ્ડર હરેશ ધનુમલસિંહ સિદાણી, ફેબ્રીકેશન અને હાર્ડવેરના વેપારી વિજય રતીલાલ પંચાલ તથા હાર્ડવેરનો વેપારી અને જરોદ વેપારી મંડળના પ્રમુખ કૃણાલ પ્રદીપભાઇ શાહ તથા કર્મચારી સલીમ ઇસ્માઇલ ઘાંચીને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓના મોબાઇલ ફોન તથા એક કાર, 3 એક્ટીવા અને 1 બાઇક મળીને પોલીસે 6.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ જયારે બિલ્ડીંગ પાસે પહોંચી ત્યારે એક શખ્સ પોલીસને જોઇને બિલ્ડીંગ તરફ દોડયો હતો જેથી પોલીસે પીછો કરી તેને પકડી લઇ તપાસ કરતા તેનું નામ સલીમ ઘાંચી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હોસ્ટેલની અંદર જવાનો પ્રયાસ કરતાં દરવાજો બંધ હતો અને અવાજ થાય તો જુગારીઓ ભાગી જવાની શંકા લાગતાં પોલીસે બારીની ગ્રીલના સળીયા કાઢી હોસ્ટેલમાં પ્રવેશ કર્યો હતો. મહેનતથી જુગારીઓને પકડનાર પોલીસ પર દબાણ આવતાં પોલીસે મોડી રાત સુધી જુગારીઓને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...