તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સાવલીમાં લગ્નમાં પોલીસ પહોંચી ડીજે પર ગરબે ઘૂમતા લોકો ભાગ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીંધરોટ ખાતે લગ્નના રસોઈયા, ટેન્ટવાળા, ઢોલી સામે પણ ગુનો

સાવલીના ખાખરિયા ગામે લગ્નમાં પોલીસ પહોંચતાં ડીજે સાથે ગરબા રમતા 70 લોકો ઊભી પૂછડીયે ભાગ્યા હતા. પોલીસે ડીજે વગાડનાર અને લગ્નના આયોજક સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સીંધરોટમાં આયોજકો, ટેન્ટવાળો, રસોઈયો અને ઢોલી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. કંટ્રોલરૂમને માહિતી મળી હતી કે, સાવલી ખાખરિયા ગામે લગ્નમાં 500થી વધુ લોકો હાજર છે. જેથી સાવલી પોલીસે તપાસ કરતાં ટેબલ પર સ્પીકરો મૂકી 70 થી વધુ લોકો ગરબા રમતા હતા. પોલીસની એન્ટ્રી થતાં મહિલાઓ અને પુરુષો ત્યાંથી ભાગી ગયા હતા.

પોલીસે ડીજે વગાડનાર જયેશ ભાલીયા (આંકલીયા, સાવલી)ની ધરપકડ કરી હતી. જે ઘરમાં લગ્ન હતું તે જેન્તી વસાવા અને જયેશ ભાલીયા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. તાલુકા પોલીસે સીંધરોટમાં ગુરુવારે રમેશ માછી અને કપીલાબેને પુત્રીના લગ્ન અંગે નોંધણી ન કરાવતા ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત મંડપવાળા મહેશ નિઝામા, રસોઈયો શના રાજપુત અને ઢોલ વગાડનાર નાના રાવળ સામે પણ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...