તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા:લોકડાઉનમાં પાન-મસાલાનું કરી રહેલા બે વેપારીઓની 3.33 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

વડોદરા10 મહિનો પહેલા

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં લોકડાઉનમાં પાન-મસાલાનું કરી રહેલા બે વેપારીઓની રૂપિયા 3.33 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને વેપારીઓ પાન-મસાલા, સીગારેટ સહિતની ચિજવસ્તુઓ બમણાં ભાવે વેચતા હતા.

વડોદરા શહેર એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. એ.બી. મિશ્રા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, અટલાદરા ભાથુજી મંદિર લીમડી ફળિયામાં રહેતો પિયુષ પ્રહલાદભાઇ પલોડ પોતાના ઘરમાં પાન મસાલાનો જથ્થો છે. અને તેઓ લોકડાઉનનો લાભ લઇ પાન-મસાલાના વ્યસનીઓને ઉંચા ભાવે વેચી રહ્યો છે. પોલીસે માહિતીના આધારે ખાત્રી કરી દરોડો પાડ્યો હતો. અને તેણે રૂપિયા 2,63,350ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.   આ ઉપરાંત એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. અબ્દુલરજાક ઉસ્માનભાઇને અટલાદરા ગામ ઝાંપા પોળમાં રહેતો રાજેશ ગોરધનભાઇ ગાંધી પોતાના ઘરમાં પાન-મસાલાનો જથ્થો રાખે છે. અને જરૂરીયાત લોકોને ઉંચા ભાવે વેચી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડી તેણે રૂપિયા 77050ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

એસ.ઓ.જી.એ માંજલપુર પોલીસ મથકની હદમાંથી પાન મસાલા વેચતા બંને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી માંજલપુર પોલીસ મથકના હવાલે કર્યા હતા. માંજલપુર પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો