તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભૂતકાળમાં ચૂંટણી ટાણે ગુપ્તરાહે રૂપિયાની હેરફેરના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કારમાં ત્રણ લાખથી વધુની રોકડ અને ખંજર સાથે પસાર થતા યુવકને ઝડપી પાડ્યો હતો અને આ રકમ ક્યાંથી લાવ્યો અને નાણાનો ઉપયોગ કયા કામમાં કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
યુવકે રૂપિયા બાબતે સંતોષકારક જવાબ ન આપ્યો
પાણીગેટ પોલીસ સ્ટેશનના જવાનો શુક્રવારે વાઘોડિયા રોડ પર આવેલી વૈકુંઠ સોસોયટીના નાકા ઉપર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે મોડી રાત્રે કારમાં શંકાસ્પદ વ્યક્તિ જણાતા પોલીસે કારને રોકી હતી. પ્રાથમિક પૂછપરછમાં કાર ચાલકે પોતાનું નામ ગનુભાઇ કાળુભાઇ ભરવાડ(રહે, જલારામનગર, વાઘોડિયા રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. કારમાં તપાસ કરતા ડ્રાઇવર સીટની બાજુમાં કવરમાં મૂકેલું ખંજર, રિવોલ્વર જેવું લાઇટર, રૂપિયા 26 હજારની કિંમતના બે મોબાઈલ ફોન અને 500 તથા 100ના દરની 3,09,500 કિંમતની નોટો મળી આવી હતી. આ રૂપિયા બાબતે પૂછપરછ કરતા યુવકે સંતોષકારક જવાબ આપ્યો નહતો.
પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી
પાણીગેટ પોલીસે કાર સહિત 9,36,200ની મતા કબજે કરીને આરોપીની જીપીએ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપી ગનુભાઇ કાળુભાઇ ભરવાડની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.