વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:સુરત રેલવે સ્ટેશન પર વિદ્યાર્થિનીનો પીછો કરનાર સહિત 2 શકમંદની અટકાયત, એક યુવતીનો મિત્ર અને બીજો ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલો

વડોદરા2 મહિનો પહેલા
  • પોલીસે પકડાયેલા બંને શકમંદની સઘન પૂછપરછ શરૂ કરી છે
  • અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને વડોદરા ક્રાઇમ બ્રાંચે આજે પણ વેક્સિન ગ્રાઉન્ડની તપાસ કરી

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતના કેસમાં પોલીસે બે શકમંદની અટકાયત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. એક શકમંદ સુરત રેલવે સ્ટેશન પર વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો. તેને CCTVને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સુરતની ઝુપડપટ્ટીમાંથી દબોચી લીધો છે. પીડિતાએ ટ્રેનમાં બેસીને સાથી કર્મચારીને મેસેજ કર્યો હતો. આ ઉપરાંત પીડિતાની ડાયરીમાં પણ કોઇ તેનો પીછો કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કરેલો છે. બે શકમંદો પૈકી એક રિક્ષાચાલક પકડાયો છે, તે યુવતીનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી વ્યક્તિ ઓએસિસ સંસ્થા સંકળાયેલી છે. બીજી તરફ, આજે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને વડોદરા ક્રાઇમ બ્રાંચે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લઇને કેસની તપાસ કરી હતી.

પોલીસે ચાણોદસ્થિત ઓએસિસની ઓફિસમાં તપાસ કરી
ગેંગરેપની ઘટનામાં પરિચિતોની જ ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પીડિતાની સાઇકલ હજી ગાયબ છે, જેથી પોલીસે વેક્સિન મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા વેપારીઓ સહિતના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યા હતા. ચાણોદસ્થિત ઓએસિસની ઓફિસમાં પોલીસ દ્વારા આજે ફરી તપાસ હાથ ધરવામાં આવી છે.

ચાણોદસ્થિત ઓએસિસની ઓફિસમાં પોલીસ દ્વારા આજે ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચાણોદસ્થિત ઓએસિસની ઓફિસમાં પોલીસ દ્વારા આજે ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસનો દૌર કર્ણાટક સુધી લંબાયો છે
પોલીસ તપાસનો દૌર કર્ણાટક સુધી લંબાયો હતો. તપાસમાં કર્ણાટકમાં કોલ સેન્ટરમાંથી ઇમરાન નામના શખસે 36 સેકન્ડ સુધી વાત કરી હોવાનું જણાઇ આવ્યું હતું. બીજી તરફ, પોલીસને હજી સુધી સાઇકલ મળી નથી. પોલીસની એક ટીમે ચાણોદની ઓએસિસ સંસ્થાની ઓફિસના મકાન તથા ગંગોત્રી એપાર્ટમેન્ટની ઓફિસમાં પણ ફરીથી સર્ચ કર્યું હતું. આ ઉપરાંત નશેબાજો તથા ભંગારિયાઓની પણ પૂછપરછ કરાઇ હતી.

તપાસમાં કર્ણાટકમાં કોલ સેન્ટરમાંથી ઇમરાન નામના શખસે 36 સેકન્ડ સુધી વાત કરી હોવાનું જણાઇ આવ્યું હતું.
તપાસમાં કર્ણાટકમાં કોલ સેન્ટરમાંથી ઇમરાન નામના શખસે 36 સેકન્ડ સુધી વાત કરી હોવાનું જણાઇ આવ્યું હતું.

15 હજારથી વધુ ફોનને ટ્રેસ કરવામાં આવ્યા
પોલીસે વેક્સિન મેદાનની આસપાસ બનાવના દિવસ અને સમયગાળાને ધ્યાનમાં રાખીને એ સમયે એ વિસ્તારમાં એક્ટિવ રહેલા મોબાઇલ ફોનની તપાસ શરૂ કરી છે, જેમાં અત્યારસુધી 15 હજારથી વધુ ફોનને ટ્રેસ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સીસીટીવી ફૂટેજનો ઊંડો અભ્યાસ કરી રહી છે, જેમાં એક સ્થળે બે આરોપી ભાગીને જતા જોવા મળી રહ્યા છે.

શકમંદો પૈકી એક યુવતીનો રિક્ષાચાલક મિત્ર અને બીજો ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલો છે.
શકમંદો પૈકી એક યુવતીનો રિક્ષાચાલક મિત્ર અને બીજો ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલો છે.

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.
ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.
અન્ય સમાચારો પણ છે...