તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની એક્શન:વડોદરામાં બુટલેગરની બર્થ-ડે પાર્ટીના વીડિયો વાઈરલ થતાં પોલીસની કાર્યવાહી, 6ની અટકાયત

વડોદરા22 દિવસ પહેલા
વારસિયા પોલીસે બર્થ-ડે પાર્ટીમાં સામેલ 6 લોકોને પકડી પાડ્યા
  • બુટલેગરે બર્થ ડેની ઉજવણી કરી હતી અને તેણે ટોળું ભેગું કરીને તલવારથી કેક કાપી હતી
  • શહેરમાં કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળતા પોલીસની કાર્યવાહી

કોરોનાને નાથવા માટે સરકાર અને તબીબોની અથાગ મહેનત તો કામે લાગી છે, ત્યારે લોકોની ગંભીર બેદરકાર સામે આવી રહી છે. વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બર્થ ડે પાર્ટીની 3 ઘટનાઓ સામે આવી છે. કિશનવાડી વિસ્તારમાં બુટલેગરે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બર્થ ડે પાર્ટી કરી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ વારસિયા પોલીસે કાર્યવાહી કરીને જાહેરનામા ભંગના બનાવમાં બુટલેગર સહિત 6 આરોપીને પકડ્યા હતા.

વારસિયા પોલીસે કાર્યવાહી કરી
કિશનવાડી વુડાના મકાનમાં નંદકિશોર ઉર્ફ નંદુ સોલંકીએ તેનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. રાત્રિ કર્ફ્યૂમાં તેણે ગુપ્તીથી કેક કાપી હતી એટલું જ નહીં કેક કટિંગમાં ટોળું ભેગું કર્યું હતું. તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો ઉલાળ્યો કર્યો હતો. આ ઘટના વીડિયો વાયરલ થતાં સામે આવતા વારસિયા પોલીસે પીઆઈ લાઠીયાના સુપરવિઝનમાં જાહેરનામા ભંગનો તેમની સામે ગુનો નોધ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રાત્રિ કર્ફ્યૂમાં એકત્ર થઇને કેક કાપી બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો
રાત્રિ કર્ફ્યૂમાં એકત્ર થઇને કેક કાપી બર્થ ડેની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો

પોલીસે કોને કોને પકડ્યા

  1. નંદકિશોર ઉર્ફ નંદુ કાંતિભાઈ સોલંકી, રહે- કિશનવાડી વુડાના મકાન બ્લોક નં-89 રૂમ નં-3 વડોદરા
  2. ચંદ્રકાંત મફતભાઈ પરમાર રહે-બકરાવાડી વડોદરા
  3. અનિલ રમેશભાઈ માછી રહે- વુડાના મકાન કિશનવાડી વડોદરા
  4. અલ્પેશ ઉર્ફે ભયલુ શનાભાઈ ઠાકોર રહે- કિશનવાડી વુડાના મકાન વડોદરા
  5. તરૂણ સુભાષભાઈ સોલંકી રહે- હરીજનવાસ ફેતગંજ વડોદરા
  6. કૌશિક રસીકભાઈ સોલંકી રહે- કિશનવાડી વુડાના મકાન વડોદરા

વડોદરામાં કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો થયો
રાજ્ય સરકાર અને તબીબોની અથાગ મહેનત બાદ કોરોનાની બીજી ઘાતક લહેરને કાબૂમાં કરવામાં મહદઅંશે સફળતા મળી રહી છે, ત્યારે હવે લોકો શહેરમાં કોરોના છે જ નહીં તેવું માની બેફિકરાઇભર્યું વર્તન કરતા જોવા મળી રહ્યા છે. કોરોનાનો કહેર ઘટ્યા બાદ હવે લોકો કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા હતો. હવે સામાન્ય માણસોની સાથે સાથે બુટલેગરો પણ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું હતું.

માથાભારે શખસના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
માથાભારે શખસના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

બુટલેગરે સાગરીતોની હાજરીમાં મોડી રાત્રે બર્થ ડે કેક કાપી
વડોદરાના કિશનવાડીમાં રહેતા બુટલેગર કૃણાલ કહારનો મંગળવારે જન્મદિવસ હોવાથી તેને સાગરીતો દ્વારા મોડી રાત્રે કેક કાપવામાં આવી હતી અને બર્થ ડેની કેક કાપ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એક તરફ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂની અમલવારી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ કાયદાથી બેખોફ બનીને બુટલેગરે તેના સાગરીતો સાથે મળીને રાત્રી કર્ફ્યૂના નિયમોનો ઉલાળીયો કર્યો હતો.

આજવા રોડ પર માથાભારે શખસે બર્થ ડે ઉજવ્યો
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બર્થ ડે પાર્ટીની ઉજવણીના વીડિયો વાઇરલ થયા છે. નંદુ સોલંકી નામનો માથાભારે શખસ આજવા રોડ વિસ્તારમાં રહે છે. તેના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં નંદુ સોલંકી તેના મિત્ર સાથે ગુપ્તી જેવા દેખાતા હથિયાર વડે કેક કાપી રહ્યો છે અને પાછળ સંગીત વાગી રહ્યું છે. નંદુ સોલંકીની આસપાસ ઉભેલા લોકો રાત્રિ કર્ફ્યૂના નિયમોથી બેખબર રહીને બર્થ ડેની ઉજવણીમાં મશગુલ જોવા મળી રહ્યા છે.

કોરોનાનો કહેર ઘટ્યા બાદ હવે લોકો કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે
કોરોનાનો કહેર ઘટ્યા બાદ હવે લોકો કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા જોવા મળી રહ્યા છે

કોરોના સામેની નાની બેદરકારી પણ જીવલેણ નિવડી શકે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર ઘટ્યો છે. આપણે કોરોના મુક્ત થયા નથી. એક તરફ વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી વેવના સંભવિત પાસાઓને ધ્યાને રાખીને તૈયારીઓ કરી રહી છે. અને શહેરવાસીઓ કોરોનાના નિયમોને નેવે મુકીને ઉજવણીઓ કરી રહ્યા છે. કોરોના સામેની નાની બેદરકારી પણ જીવલેણ નિવડી શકે છે. પોલીસે કાયદો તોડતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. તેમ થવાની ઘટનાનું પુનરાવર્તન થવાની શક્યતામાં ઘટાડો થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...