તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચમાં દુકાનના કાઉન્ટર પર સામાન્ય બાબતે થયેલી તકરારમાં 4 શખસોએ હુમલો કર્યાં બાદ વકીલનું મોત થવાના કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. વકીલના મૃત્યુ મામલે બે દિવસ પહેલા પરિવારજનો તેમજ સમાજના આગેવાનોએ હોસ્પિટલ સામે જ હંગામો મચાવ્યો હતો. પોલીસે 10 દિવસમાં એક પણ આરોપીને પકડ્યો ન હોવાથી રાજકીય દબાણમાં પોલીસ આરોપીઓને છાવરવાની કોશિષ કરી રહી હોવાની તેમજ હૂમલો કરનારાઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માંગ સાથે ધરણા પર બેસી જતાં માહોલ ગરમાયો હતો. જોકે, પોલીસ કાફલો સ્થળ પર ધસી આવતાં તેમણે લોકોની સમજાવટ બાદ લોકોનો ગુસ્સો શાંત થયો હતો.
17 ડિસેમ્બરે નજીવી બાબતે હુમલો કરતા વકીલનું મોત થયું હતું ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી અલકનંદા ગેલેક્ષી સોસાયટીમાં રહેતાં અને ઝઘડિયા કોર્ટમાંથી રજીસ્ટ્રાર કમ નાઝર તરીકે નિવૃત્ત થયેલાં અને હાલમાં ભરૂચ કોર્ટમાં વકીલાત કરતાં જશુભાઇ દયાલભાઇ જાદન 17 ડિસેમ્બરે નજીકમાં આવેલી વ્રજ વિહાર સોસાયટીની કચ્છ સુપર સ્ટોર નામની દુકાનમાં સામાન ખરીદી કરવા ગયાં હતાં. જ્યાં કાઉન્ટર પાસે ઉભેલાં દિનુભા શિવસિંહ રાણા (રહે, નારાયણ દર્શન સોસાયટી) નામના શખ્સ સાથે સામાન્ય બાબતે તકરાર થતાં દિનુભાએ તેના અન્ય ત્રણ સાગરિતો પ્રવિણ તેમજ અન્ય બે શખ્સો સાથે મળી તેમના પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
મૃત્યુને લઇને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો
જોકે, તેમણે જે-તે સમયે જ પોલીસ ફરિયાદ કરી હોવા છતાં 10 દિવસમાં એક પણ આરોપીની ધરપકડ થઇ શકી ન હતી. દરમિયાનમાં આજે રવિવારે તેમનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. જોકે, તેમના મૃત્યુને લઇને પરિવારજનોમાં ભારે રોષ ફાટ્યો હતો. પરિવારજનો અને તેમના સગા સંબંધોઓએ હોસ્પિટલની બહાર જ ધરણાં કરી આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની તેમજ તેમની ધરપકડ કરવાની માંગ સાથે હંગામો મચાવી મૃતદેહ ઉઠાવવાનો ઇન્કાર કર્યો હતો.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
પરિવારજનોના રોષ જોઇને ભરૂચના એએસપી વિકાસ સુંઢા, એલસીબી પીઆઇ જે. એન. ઝાલા, એસઓજી પીઆઇ કે. ડી. મંડોરા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પરિવારજનોની સમજાવટ કરવા સાથે એક આરોપીને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડતાં આખરે મામલો થાળે પડ્યો હતો. પોલીસે હવે આ કેસના આરોપી દિનુભા શિવસિંહ રણા, પ્રવિણસિંહ દેવેન્દ્રસિંહ રણા, અજીતસિંહ રણજીતસિંહ રણા અને રાજેન્દ્રસિંહ રણજીતસિહ રણાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.