લોકડાઉનમાં પશુ-પક્ષીઓની સ્થિતિ કફોડી બની, વડોદરામાં પોલીસે ઘાસ અને ચણની વ્યવસ્થા કરી

પક્ષીઓને ચણ ખવડાવતો પોલીસકર્મી અને ગાયને ઘાસ ખવડાવી રહ્યા છે
X

  • કબુતર બેસે ત્યાં ચણની વ્યવસ્થા કરી અને ગાયોને શોધીને ઘાસ ખવડાવ્યું

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 03:50 PM IST
વડોદરા: કોરોના વાઈરસને રોકવા માટે સમગ્ર વડોદરા શહેર લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનના પગલે પશુ-પક્ષીઓની હાલત દયનીય બની ગઇ છે, ત્યારે વડોદરા પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે પશુ-પક્ષીઓને ભુલ્યું નથી. 
કબુતરનો જમાવડો થાય છે ત્યાં ચણ નાખવાની શરૂઆત
સામાન્ય દિવસોમાં સુરસાગર, કમાટીબાગ, ગાંધીનગર ગૃહ, ન્યાય મંદિર, ચકલી સર્કલ જેવા સ્થળો પાસે કબુતરોને ચણ આપવા માટે જીવદયા પ્રેમીઓ સવારથી દિવસ દરમિયાન આવતા-જતા હોય છે. પરંતુ, કોરોના વાઈરસના કારણે વડોદરા લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારથી જીવદયા ન દેખતા પક્ષીઓને ચણ મળવું મુશ્કેલ થઇ ગયું હતું. આ બાબત ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાના ધ્યાનમાં આવતા તેઓએ પોલીસ જવાનો મોકલીને કબુતરોનો જ્યાં જમાવડો થાય છે. તેવા સ્થળોએ ચણ નાખવાની શરૂઆત કરવામાં આવી છે.
ગાયોને શોધીને ઘાસચારો ખવડાવી રહ્યા છે
આ ઉપરાંત વડોદરા શહેરમાં રખડતી ગાયોને ઘાસ ચારો ખવડાવવા માટે જીવદયા પ્રેમીઓ સવારથી સાંજ સુધી નીકળતા હતા. પરંતુ લોકડાઉનના કારણે ગાયોને ઘાસ ચારો ન મળતા દયનીય સ્થિતીમાં મૂકાઇ ગઇ છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા ગાયોને પણ શોધીને ઘાસચારો ખવડાવી રહ્યા છે. આ સાથે પશુપાલકો પાસે ઘાસચારો ખૂટી ગયો છે. તેવા લોકોને પણ ગાયોને ઘાસચારો પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે. 
પોલીસની સરાહનીય કામગીરી
ઉલ્લેખનિય બાબત છે કે, લોકોમાં સામાન્ય રીતે પોલીસ તંત્રની છાપ ખરાબ છે. પરંતુ, હાલ કોરોના વાઈરસના વર્તમાન દિવસોમાં પોલીસ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે. તે સરાહનીય છે. પોલીસ તંત્ર જે રીતે ગરીબ અને સામાન્ય લોકોની કાળજી રાખી રહ્યું છે. તેની સાથે મુંગા પશુ-પક્ષીઓને પણ ભૂલ્યું નથી. અને ગાયોને ઘાસ, રસ્તે રઝળતા કુતરાઓને બિસ્કીટ, દૂધ  અને પક્ષીઓને ચણ મળી રહે તેવી વ્યવસ્થા કરી રહ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી