• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Police And Municipal Joint Enforcement Team Will Be Checking Masks And Crowds In The City From Today, Penalizing Those Who Do Not Follow The Guidelines.

કોરોના વડોદરા LIVE:શહેરમાં કોરોના વિસ્ફોટ, નવા 281 કેસ નોંધાયા, ગઇકાલની સરખામણીમાં આજે પોઝિટવ કેસોમાં 159% ટકા વધારો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 716 ટીમ શહેરમાં ઘરે ઘરે ફરી સાત દિવસમાં સમગ્ર શહેરમાં સર્વે કરશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેર-જિલ્લામાં આજે નવા 281 કેસ નોંધાયા છે. ગઇકાલની સરખામણીમાં આજે પોઝિટવ કેસોમાં 159% ટકા વધારો થયો છે. ગઇકાલે કોરોનાના 176 કેસ નોંધાયા હતા. કોરોનાની કુલ કેસની સંખ્યા 73,692 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 56 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 72,122 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે. આજે વડોદરા શહેરમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 78 કેસ નોંધાયા હતા. ત્યારબાદ ઉત્તર ઝોનમાં 60, પૂર્વ ઝોનમાં 51 અને દક્ષિણ ઝોનમાં 50 કેસ નોંધાયા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 716 ટીમ શહેરમાં ઘરે ઘરે ફરી સાત દિવસમાં સમગ્ર શહેરમાં સર્વે કરશે. જો કોઈ સંક્રમિત જણાશે તો તેને યોગ્ય સારવાર અથવા હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. વડોદરામાં 15થી 18 વર્ષના કિશોરનું વેક્સિનેશન ધીમું પડ્યું છે. આજે માત્ર 5112 વિદ્યાર્થીઓને જ વેક્સિન અપાઇ હતી.

હાલ 1113 લોકો હોમ ક્વોરન્ટીન છે
વડોદરા શહેર-જિલ્લામાં આજે જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા,
ગોકુલનગર, માંજલપુર, કપુરાઈ અને વાઘોડિયા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા હતા. શહેરમાં હાલ 1113 લોકો હોમ ક્વોરન્ટીન છે. તેમજ કોરોનાના 947 એક્ટિવ કેસ છે. 46 દર્દી હાલ ઓક્સિજન પર છે, જ્યારે 3 દર્દી વેન્ટિલેટર પર છે. વડોદરા શહેરમાં આજે કોરોનાના નવા 281 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગે કરેલા 7574 ટેસ્ટ પૈકી આ કેસ મળ્યા હતા.

પશ્ચિમ ઝોનમાં 69 દર્દી નોંધાયા
વડોદરા શહેરમાં ગુરુવારે પોઝિટિવ આવેલા દર્દી પૈકી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 69 દર્દી નોંધાયા હતા, જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 722 અને 618 લોકો હોમ આઇસોલેશન અને દવાખાનામાં 104 દર્દી દાખલ છે. જે પૈકી 54 દર્દી ઓક્સિજન પર છે. બીજી તરફ સંક્રમણ વધતું રોકવા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરાઈ છે. જે માર્કેટ, મોલ-મલ્ટિપ્લેક્સ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, મેરેજ હોલ સહિતના સ્થળોએ કોરોના અંગેની સૂચનાનું ચુસ્ત પાલન થાય છે કેમ તેની નજર રાખશે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,943 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 73,411 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9868 પશ્ચિમ ઝોનમાં 12,618, ઉત્તર ઝોનમાં 12,146, દક્ષિણ ઝોનમાં 12,081, વડોદરા ગ્રામ્યમાં 26,943 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...