ચુકાદો ગુરુવારે આવશે:ઠગ અપૂર્વ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું પોલીસનું કોર્ટમાં સોગંદનામું

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિદ્ધિ ડેવલપર્સના માલિક અપૂર્વની આગોતરા જામીન અરજીની કોર્ટમાં સુનાવણી
 • બંને પક્ષની દલીલો બાદ અરજી અંગેનો ચુકાદો ગુરુવારે આવશે

કરોડોની ઠગાઇ કેસમાં સંડોવાયેલા અપૂર્વ પટેલે ધરપકડ ટાળવા આગોતરા જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં આજે બંને પક્ષે દલીલો થઇ હતી. તપાસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામામાં તપાસ દરમિયાન અપૂર્વ પટેલ વિદેશ ફરાર થઇ ગયો હોવાના આધારભૂત પુરાવા મળ્યા હોવાની રજૂઆત કરીને અરજી નામંજૂર કરવી જોઇએ તેવી રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, રિદ્ધિ મકવાણાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં શ્રી સિદ્ધિ ડેવલપર્સના અપૂર્વ પટેલ સામે દોઢ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મેપલ વિલા સાઇટમાં તેમણે બે મકાન બુક કરાવ્યાં હતાં. તે પેટે નાણાં ચૂકવ્યા બાદ અપૂર્વ પટેલે બંને મકાનના દસ્તાવેજ અન્ય વ્યક્તિને કરી આપી છેતરપિંડી કરી હતી.

આ ફરિયાદમાં અપૂર્વ પટેલે આગોતરા અરજી મૂકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યા હતા. તપાસ અધિકારી પીઆઇ એમ.એફ.ચૌધરીએ સોગંદનામું રજૂ કરી અપૂર્વની અરજી નામંજૂર કરવી જોઇએ તેવી રજૂઆત કરી હતી. ન્યાયાધીશે જામીન અરજીનો ચુકાદો ગુરુવારે આપવાનું ઠરાવ્યું હતું.

અરજી રદ કરવા 10થી વધુ કારણ અપાયાં

 • અરજદાર સિદ્ધિ વિનાયક ડેવલપર્સનો વહીવટકર્તા છે.
 • આરોપીનું નામ પ્રથમથી જ એફઆઇઆરમાં છે.
 • તપાસ માટે એસઆઇટીની રચના કરાઈ છે.
 • તપાસમાં આરોપી વિદેશ જતો રહ્યો હોવાના પુવારા મળ્યા છે.
 • આરોપીના એકાઉન્ટમાં નાણાં જમા થયાંનાં સ્ટેટમેન્ટ છે.
 • બંગલાના એલોટમેન્ટ લેટરમાં આરોપીએ સહી કરી છે.વેચાણ એગ્રીમેન્ટ કરી આપ્યાં છે.
 • ફરિયાદીના પતિના એકાઉન્ટમાંથી આરટીજીએસથી નાણાં એકાઉન્ટમાં જમા થયા છે.
 • બે બંગ્લાનો અવેજ લઇને અન્ય બે વ્યક્તિને દસ્તાવેજ કરી આપ્યો છે.
 • જામીન અરજી મંજૂર કરાશે તો સાક્ષીને ફોડશે અને કેસને નુકસાન પહોંચાડશે.
 • બિલ્ડરનો વ્યવસાય પ્રતિષ્ઠિત છે. અરજી મંજૂર થાય તો લોકો આ વ્યવસાયને શંકાથી જોશે અને પ્રામાણિક માણસો પરનો વિશ્વાસ ડગી જશે.
અન્ય સમાચારો પણ છે...