એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સિસની ફૂટ પ્રિન્ટ ઈવેન્ટમાં ભારતે પાકિસ્તાનમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટર માઈન્ડ લેફટનન્ટ જનરલ સતિષ દુઆએ શનિવારે વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતુ. સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે પોતાના અનુભવો અને તે સમયની પરિસ્થિતીનું વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.સર્જીકલ સ્ટ્રાઈક મુદ્દે પોતાના અનુભવો જણાવતા સતિષ દુઆએ જણાવ્યું હતું કે મનોહર પરિકરે એક જ શબ્દમાં જનરલને સર્જિકલ સ્ટ્રાઈકની મંજૂરી આપી દીધી હતી.
સરકાર સાથે કામ કરવાના અનુભવને જોતા લાગ્યું હતુ કે, ગોળગોળ જવાબના બદલે સંરક્ષણ મંત્રીએ વળતો પ્રહાર કરવાની લીલી ઝંડી આપી તે પણ આશ્ચર્યની વાત હતી. એ પછી દસ દિવસના આયોજન બાદ ભારતીય સ્પેશિયલ ફોસે પાકિસ્તાન કબ્જા હેઠળના આતંકીઓના અડ્ડાને તબાહ કરીને સર્જિકલ સ્ટ્રાઈકને સફળ કરી હતી. આ ઓપરેશન બહુ જોખમી હતું.
ભારતીય કમાન્ડો જ્યાં સુધી પીઓકેમાં આતંકવાદીઓ સામેની સ્ટ્રાઈકને અંજામ આપી રહ્યા હતા ત્યાં સુધી અમે ડ્રોન વડે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં બેસીને ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. જે સમયે કમાન્ડો ઓપરેશન પાર પાડીને ભારતીય સીમામાં પ્રવેશ્યા ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો હતો.
સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારત પાસે બદલો લેવાની ક્ષમતા છે તેવું દુનિયા સમક્ષ સાબિત થયુ છે. કાશ્મીરમાં પણ તે સમયબાદ આર્મી ઓપરેશન દરમિયાન પથ્થમારાની ઘટનાઓ ઓછી બની રહી છે. કલમ370 હટાવ્યા બાદ કાશ્મીરમાં સ્થિતિ ઘણી સુધરી છે.આર્મીમાં દાખલ કરાયેલી અગ્નિવીર યોજના થકી તાલીમ પામેલા અને સુસજ્જ યુવાઓ દેશને મળશે. દેશ સેવા માટે માત્ર આર્મી, એરફોર્સ કે નેવીમાં જોડાવુ જરૂરી નથી. દેશના સારા નાગરિક બનીને અને નાગરિક ધર્મનુ પાલન કરીને દેશની સેવા કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.