• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • PM Wrote A Letter Saying: I Am Deeply Saddened By The Demise Of Hariprasad Swamiji. I Am Fortunate To Have Benefited From His Inspiring Presence

PM મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી:પત્ર લખીને કહ્યું: 'હરિપ્રસાદ સ્વામીજીના નિધનથી અત્યંત દુઃખ થયું, હું સદભાગી છું કે, તેમના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળતો રહ્યો'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજીને પીએમ મોદીએ પત્ર લખીને શ્રદ્ધાંજલિ પાઠવી - Divya Bhaskar
અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજીને પીએમ મોદીએ પત્ર લખીને શ્રદ્ધાંજલિ પાઠવી
  • ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ-વિદેશના લાખો અનુયાયીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં સ્વામી સેતુરૂપ બન્યાઃ મોદી

સોખડાના અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજીને પીએમ મોદીએ પત્ર લખીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના નિધનના સમાચાર જાણીને અત્યંત દુઃખ થયું.

ભગવાન સ્વામિનારાયણ સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
વધુમાં તેઓએ લખ્યું છે કે, સ્વામીજી સેવા, ભક્તિ અને સમર્પણના જીવંત ઉદાહરણ હતા. ધાર્મિક સત્સંગ અને સામાજિક સેવા દ્વારા દેશ-વિદેશના લાખો અનુયાયીઓના જીવનમાં પરિવર્તન લાવવામાં તેઓ સેતુરૂપ બન્યા, તેમના વિચાર દર્શનનું પ્રતિક એવું સોખડા હરિધામ સૌ કોઇ માટે પ્રેરણાતીર્થ સમાન છે. હું સદભાગી છું કે, સ્વામીજીના પ્રેરણારૂપ સાનિધ્યનો મને લાભ મળતો રહ્યો. ભગવાન સ્વામિનારાયણ સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

પીએમ મોદીએ પત્ર લખીને હરિપ્રસાદ સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપી
પીએમ મોદીએ પત્ર લખીને હરિપ્રસાદ સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપી

નર્મદા વિકાસ રાજ્ય મંત્રીએ બ્રહ્મલીન સ્વામીજીના દર્શન કર્યાં
રાજ્યના નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે હરિધામ સોખડાની મુલાકાત લઇને બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા. તેમણે ભારે હૃદયે સ્વામીજીને પુષ્પાંજલિ આપી હતી.

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં
નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં સોખડામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા. ભરતસિંહ સોલંકીએ પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીની ચીરવીદાય અને અનંત યાત્રાથી લાખો હરિભક્તો અને સમાજના સૌ વર્ગોના લોકો એક પરમ આત્મા અનંતમાં વિલિન થયા હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ એમની અનંત યાત્રામાં એમને સાથે જ રાખશે, પણ આપણે એમના આશીર્વાદ થકી તેઓની બતાવેલી દિશામાં આગળ કામ કરી શકીએ એ જ સ્વામીજીને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સ્વામીજીના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સ્વામીજીના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

ભારતી બાપુએ સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન કર્યાં
જુનાગઢના ઋષિ ભારતી બાપુએ હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન કર્યાં હતા. ભારતી બાપુએ જણાવ્યું હતું કે, મારી સાથે સ્વામીજીની આત્મીયતા હતી. યુવાનોમાં પરિવર્તન લાવવામાં સ્વામીજીનો સિંહફાળો રહ્યો છે. 'આત્મીય' શબ્દનાં પ્રસારમાં સ્વામીજીનું યોગદાન રહ્યું છે.

જુનાગઢના ઋષિ ભારતી બાપુએ હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન કર્યાં હતા
જુનાગઢના ઋષિ ભારતી બાપુએ હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન કર્યાં હતા

બીજા દિવસે અંતિમ દર્શન માટે હરિભક્તોનો અવિરત પ્રવાહ રહ્યો
સોખડા-હરિધામ મંદિરના સંત બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન બુધવારથી ભક્તો માટે મંદિર પ્રાંગણમાં જ ખુલ્લા મૂકાયા હતાં. પહેલા દિવસે વડોદરા સહિત 7 જિલ્લામાંથી 1 લાખથી વધુ ભક્તોએ સવારે 8 થી રાતના 11 વાગ્યા સુધી દર્શન કર્યાં હતાં. દર્શનનો નિયત સમય રાતે 8 વાગ્યા સુધીનો હતો, પરંતું ભક્તોનો અવિરત પ્રવાહ જોઈને દર્શનનો સમય વધારાયો હતો. આજે બીજા દિવસે પણ સ્વામજીના અંતિમ દર્શન માટે હરિભક્તોનો અવિરત પ્રવાહ રહ્યો છે.

આજે બીજા દિવસે પણ સ્વામજીના અંતિમ દર્શન માટે હરિભક્તોનો અવિરત પ્રવાહ રહ્યો છે
આજે બીજા દિવસે પણ સ્વામજીના અંતિમ દર્શન માટે હરિભક્તોનો અવિરત પ્રવાહ રહ્યો છે

આજે આ હરિભક્તો દર્શન માટે આવ્યા
સવારે 8 થી 12: મુંબઈ શહેર, પુણે, નેત્રંગ તાલુકો, નર્મદા જિલ્લો, બેંગ્લોર મંડળ તેમજ દક્ષિણ ભારત.
12થી 4: સુરત શહેર, ચોર્યાસી તથા જલાલપોર તાલુકો, બારડોલી, કામરેજ, ઓલપાડ, નવસારી તાલુકો, તાપી જિલ્લો, ખેરગામા તાલુકો, વલસાડ, ડાંગ જિલ્લો
સાંજે 4 થી રાતે 8: ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ તાલુકો

બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મૂકાયો છે
બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મૂકાયો છે

સ્વામીજીનું મંદિર પરિસરમાં સ્મૃતિ મંદિર બનશે
હરિધામ સોખડાના સંતોએ જણાવ્યું હતું કે, અક્ષર દેરીની સામેના લીમડા વન ખાતે હરિપ્રસાદ સ્વામીજીની ઈચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જ્યારે ત્યાર બાદ મંદિર પરિસરમાં જ તેમનું સ્મૃતિ મંદિર પણ બનાવશે. ભવિષ્યમાં આ સ્મૃતિ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીજીનું એક મ્યુઝીયમ પણ બનાવાની વિચારણા છે.

અન્ય સમાચારો પણ છે...