ફરી વડોદરા આવશે:PM નવલખીમાં સભા સંબોધશે, મેદાનમાં જ 3 હેલિપેડ બનાવાશે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લાના 10 ઉમેદવારોના પ્રચાર માટે જનમેદનીને સંબોધશે
  • ​​​​​​​23 દિવસ બાદ 23 નવેમ્બરે મોદી ફરી વડોદરા આવશે

ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં શહેર-જિલ્લાનું મતદાન બીજા તબક્કામાં થવા જઈ રહ્યું છે. જે પૂર્વે તમામ પક્ષના નેતાઓ, પાર્ટીના આગેવાનો ગુજરાતના પ્રવાસે પ્રચાર માટે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 નવેમ્બરે વડોદરા આવી નવલખી મેદાનમાં જનસભા સંબોધશે.

ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને જીતાડવાના પ્રયાસો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શહેર-જિલ્લાની 10 બેઠક માટે ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા આવશે. વડાપ્રધાનના પ્રવાસને લઈ તમામ તંત્ર એક્શનમાં આવ્યું છે. પોલીસ વિભાગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન વડોદરા આવવાના હોઇ પક્ષના આગેવાનો અને નેતાઓ સહિતના લોકોએ જનમેદની ભેગી કરવાની કવાયત શરૂ થઇ છે.

પહેલા ફેઝના લગભગ તમામ વિસ્તારોમાં વડાપ્રધાન સહિત અનેક સ્ટાર પ્રચારકો પોતાના પક્ષ માટેની જનસભા અને પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી 18મી જૂન બાદ 30 ઓક્ટોબરે પણ વડોદરાની મુલાકાતે આવ્યા હતા.

પોલીસ કમિશનરે નવલખીની મુલાકાત લીધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23મીએ વડોદરાના નવલખી મેદાન ખાતે પ્રચાર સભા માટે આવનાર હોવાથી પોલીસ વિભાગે તૈયારીઓ આરંભી છે. પોલીસ કમિશનર શમશેરસિંગ સહિત પોલીસ અધિકારીઓએ શનિવારે મેદાનની મુલાકાત લઇ ચર્ચા કરી હતી. મેદાનમાં જ બનનારા ત્રણ હેલિપેડની પણ મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...