• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • PM Modi's Kevadia Will Not Come On October 31, All Tourist Destinations Including The Statue Of Unity Will Be Open From October 28 To 31.

સ્ટેચ્યૂ ખુલ્લુ રાખવાની જાહેરાત:હવે PM મોદી કેવડિયા નહીં આવે, 28થી 31 ઓક્ટોબર સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા રહેશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોદીનો કાર્યક્રમ રદ્દ થતાં 28થી 31 ઓક્ટોબર દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા રહેશે - Divya Bhaskar
મોદીનો કાર્યક્રમ રદ્દ થતાં 28થી 31 ઓક્ટોબર દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા રહેશે
  • દેશના ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે
  • દેવ દિવાળીએ નર્મદા મૈયાની મહાઆરતીમાં ભાગ લેવા પીએમ મોદી કેવડિયા આવે તેવી શક્યતા

પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે 31 ઓક્ટોબરે કેવડિયા આવવાના હતા. જોકે, હવે પીએમ મોદીનો કેવડિયા આવવાનો કાર્યક્રમ કેન્સલ થયો છે. જોકે, દેશના ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસ ભાગ લેશે. મોદીનો કાર્યક્રમ રદ્દ થતાં 28થી 31 ઓક્ટોબર દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો ખુલ્લા રહેશે અને રાષ્ટ્રીય એકતા દિવસ માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખીને સ્ટેચ્યૂ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.

દેવ દિવાળીએ પીએમ મોદી કેવડિયા આવે તેવી શક્યતા
દેશમાં વારાણસી અને હરિયાણામાં ગંગા નદીના ઘાટ પર આરતી થાય છે. તેવી જ આરતી હવે નર્મદા ઘાટ પર થવાની છે. જેને લઇને દેવ દિવાળીના દિવસે પીએમ મોદી કેવડિયા આવે તેવી શક્યતાઓ છે. આ કાર્યક્રમમાં આખા દેશના 4થી 5 હજાર બ્રાહ્મણોને શાસ્ત્રોક્ત વિધિ માટે કેવડિયા બોલાવવામાં આવશે અને નૃત્ય સાથે આરતી કરવામાં આવશે. આમ 31 ઓક્ટોબરનો પીએમ મોદીનો કાર્યક્રમ કેન્સલ થયો છે પણ દેવ દિવાળીએ કેવડિયામાં ભવ્ય કાર્યક્રમ યોજીને મોદી નર્મદા મૈયાની મહાઆરતી કરે તેવી શક્યતા છે.

દેવ દિવાળીએ નર્મદા મૈયાની મહાઆરતીમાં ભાગ લેવા પીએમ મોદી કેવડિયા આવે તેવી શક્યતા
દેવ દિવાળીએ નર્મદા મૈયાની મહાઆરતીમાં ભાગ લેવા પીએમ મોદી કેવડિયા આવે તેવી શક્યતા

28થી 31 ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આગામી 31 ઓકટોબરના રોજ સરદાર પટેલ જન્મ દિવસ-રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. જેને અનુલક્ષીને 28 ઓકટોબરથી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસર પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, હાલમાં પ્રવાસનની મોસમ છે. એટલે લોક લાગણીને માન આપીને 28થી 31મી ઓક્ટોબર દરમિયાન ઉપરોક્ત દિવસ માટેના પૂરતા સુરક્ષા બંદોબસ્ત સહિત પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાના નિર્ણયની જાહેરાત souadtgaના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરવામાં આવી છે.એટલે હવે આ દિવસો દરમિયાન પ્રવાસીઓ souની મુલાકાત લઈ શકશે. 1 નવમ્બરે સોમવાર હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહેશે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઇને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
souadtgaના મુખ્ય કારોબારી અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જાહેરાત કરતા આનંદ થાય છે કે, કેવડિયામાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' અને અન્ય પ્રવાસી આકર્ષણો 28 ઓક્ટોબર, 2021થી 31 ઓક્ટોબર, 2021 સુધી ખુલ્લા રહેશે. જોકે, રાષ્ટ્રીય એકતા દિવસ-2021ની ઉજવણીને ધ્યાનમાં રાખીને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

દેશના ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે
દેશના ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે

સ્ટેચ્યૂ જોવા આવતા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ હતી
કેવડિયામાં સરદાર સરોવર ડેમ પાસે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની લોકપ્રિયતા વિશ્વનાં અન્ય પ્રવાસન સ્થળો કરતાં અનેક ગણી વધી રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ભારત સરકારના આંકડાઓ અનુસાર, ગત માર્ચ-2020માં (કોરોનાકાળ પહેલાં) સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ હતી, જેની સામે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને જોવા દરરોજ સરેરાશ 10,000 પ્રવાસી જતા હતા.

અન્ય સમાચારો પણ છે...