વડોદરાના સમાચાર:PM મોદી આવતીકાલે દેશને 75 ડિજિટલ બેન્કિંગ એકમો સમર્પિત કરશે, વડોદરાને મળશે ડિજિટલ બેન્કિંગ એકમ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના 8 જિલ્લાઓમાં ડિજિટલ બેન્કિંગ એકમ શરૂ થશે

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022- 23 માટે કેન્દ્રીય બજેટ ભાષણના ભાગરૂપે દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે દેશના 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ એકમો સ્થાપવાની જાહેરાત કરી હતી.જેના ભાગરૂપે ડિજિટલ બેંકિંગ એકમોની સ્થાપના કરવામાં આવી રહી છે.

ડિજિટલ બેન્કિંગ એકમનો ઉદ્દેશ દેશના ખૂણે-ખૂણે ડિજિટલ બેંકિંગનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. જે વિવિધ પ્રકારની બેન્કિંગ સેવાઓ બચત ખાતા ખોલવા, બેલેન્સ-ચેક, પ્રિન્ટ પાસબુક, ભંડોળનું હસ્તાંતરણ, ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ, લોન અરજીઓ, જારી કરવામાં આવેલા ચેક માટે સ્ટોપ-પેમેન્ટ સૂચનાઓ, ક્રેડિટ / ડેબિટ કાર્ડ માટે અરજી કરવી, એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોવું, ટેક્સ ભરવો, પે બિલ ભરવું, નામાંકન કરવું જેવી ડિજિટલ બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરશે.

બેંક ઓફ બરોડાને ડિજિટલ બેંકિંગ એકમ માટે આઈબીએએ દ્વારા કોર કમિટીના સભ્ય તરીકે ઓળખવામાં આવી છે. આઈબીએએ બેંક ઓફ બરોડા સહિત અન્ય બેંકોને ગુજરાતના આઠ જિલ્લાઓમાં આઠ ડિજિટલ બેંકિંગ એકમો ખોલવાની સૂચના આપી છે. જેમાં વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે.

બેંક ઓફ બરોડાના લીડ ડીસ્ટ્રીક્ટ મેનેજર સુચિત કુમારે જણાવ્યું કે, ગુજરાતના આઠ જિલ્લાઓમાં આઠ ડિજિટલ બેન્કિંગ એકમ શરૂ થશે.જેમાં બેંક ઓફ બરોડા દ્વારા BSNL એક્સચેન્જ, ફતેગંજ વડોદરા ખાતે આવતીકાલે સવારે 11 કલાકે ડિજિટલ બેન્કિંગ એકમ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...