• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • PM Modi Will Address A Meeting At Navlakhi Maidan In Vadodara On November 23, Preparations Are In Full Swing, 3 Helipads Will Be Built In The Maidan Itself.

વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:AAPના બધા ઉમેદવારો અમારી સાથે છે, તેમની સોમનાથમાં ટ્રેનિંગ ચાલી રહી છે: અરવિંદ કેજરીવાલ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરવિંદ કેજરીવાલ (ફાઈલ તસવીર) - Divya Bhaskar
અરવિંદ કેજરીવાલ (ફાઈલ તસવીર)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી હાલોલ ખાતે રોડ માર્ગે કારમાં રવાના થયા હતા. આ પહેલા તેમણે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, AAPના બધા ઉમેદવાર અમારી સાથે છે. તેમની હાલ ટ્રેનિંગ ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી ખૂબ પરેશાન છે. કોંગ્રેસ વિકલ્પ નથી. લોકો આમ આદમી પાર્ટીને એક આશાના કિરણના રૂપમાં જુએ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો વડોદરાની બહાર ગયા છે, તે અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે બધા ઉમેદવાર અમારી સાથે છે ટ્રેનિંગ માટે સોમનાથ ગયા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર-જિલ્લાનું મતદાન બીજા તબક્કામાં થવા જઈ રહ્યું છે. જે પૂર્વે તમામ પક્ષના નેતાઓ, પાર્ટીના આગેવાનો ગુજરાતના પ્રવાસે પ્રચાર માટે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 નવેમ્બરે વડોદરા આવી નવલખી મેદાનમાં જનસભા સંબોધશે.

ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોને જીતાડવાના પ્રયાસો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠક માટે ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા આવશે. વડાપ્રધાનના પ્રવાસને લઈ તમામ તંત્ર એક્શનમાં આવ્યું છે. પોલીસ વિભાગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન વડોદરા આવવાના હોઇ પક્ષના આગેવાનો અને નેતાઓ સહિતના લોકોએ જનમેદની ભેગી કરવાની કવાયત શરૂ થઇ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 નવેમ્બરે વડોદરાના નવલખી મેદાન ખાતે પ્રચાર સભા માટે આવનાર હોવાથી પોલીસ વિભાગે તૈયારીઓ આરંભી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 નવેમ્બરે વડોદરાના નવલખી મેદાન ખાતે પ્રચાર સભા માટે આવનાર હોવાથી પોલીસ વિભાગે તૈયારીઓ આરંભી છે.

પહેલા ફેઝના લગભગ તમામ વિસ્તારોમાં વડાપ્રધાન સહિત અનેક સ્ટાર પ્રચારકો પોતાના પક્ષ માટેની જનસભા અને પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી 18મી જૂન બાદ 30 ઓક્ટોબરે પણ વડોદરાની મુલાકાતે આવ્યા હતા.

પોલીસ કમિશનરે નવલખીની મુલાકાત લીધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 નવેમ્બરે વડોદરાના નવલખી મેદાન ખાતે પ્રચાર સભા માટે આવનાર હોવાથી પોલીસ વિભાગે તૈયારીઓ આરંભી છે. પોલીસ કમિશનર શમશેરસિંગ સહિત પોલીસ અધિકારીઓએ મેદાનની મુલાકાત લઇ ચર્ચા કરી હતી. મેદાનમાં જ બનનારા 3 હેલિપેડની પણ મુલાકાત લીધી હતી.

સોશિયલ મીડિયા વોર ભાજપની હરીફોની પોસ્ટ પર નજર
વડોદરા શહેરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું રાજનૈતિક યુદ્ધ હવે હાઈટેક બન્યું છે. જેમાં બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થયું છે. ભાજપે પ્રચાર અને હરીફ પાર્ટીઓના આક્ષેપનો જવાબ આપવા 30 સભ્યોને ટીમ તૈયાર કરી છે. બીજી તરફ કોંગ્રેસના પણ સ્થાનિક મુદ્દાઓ સાથે પ્રચારમાં ઝંપલાવ્યું છે.

જમીન પર લડાતું રાજનૈતિક યુદ્ધ હાઈટેક બન્યું
વડોદરા શહેરમાં 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જોકે હવે જમીન પર લડાતું રાજનૈતિક યુદ્ધ હાઈટેક બન્યું છે. શહેર ભાજપે સોશિયલ મીડિયામાં હરીફ પક્ષો સામેની વોરમાં 30 સભ્યોની ટીમ ઉતારી છે. જે પ્રદેશ સ્તરેથી આવતા સ્ટીકર, રિલ વીડિયો, ફોટા વગેરેને વોર્ડની ટીમોને મોકલે છે. ત્યાંથી આ મટિરિયલ બૂથની ટીમને મોકલાય છે. જેઓ તેમના સોશિયલ મીડિયા ગ્રૂપમાં મોકલી વધુમાં વધુ મતદારો અને કાર્યકર્તાઓને મોકલે છે.

. પોલીસ કમિશનર શમશેરસિંગ સહિત પોલીસ અધિકારીઓએ મેદાનની મુલાકાત લઇ ચર્ચા કરી હતી.
. પોલીસ કમિશનર શમશેરસિંગ સહિત પોલીસ અધિકારીઓએ મેદાનની મુલાકાત લઇ ચર્ચા કરી હતી.

સોશિયલ મીડિયા ટીમ બનાવી
જ્યારે કોંગ્રેસના વિધાનસભા વાઇઝ ઉમેદવારની આઇટી ટીમ છે. જેમાં સયાજીગંજના ઉમેદવારે પોતાની ઓફિસમાં 5 સભ્યોની ટીમ બનાવી છે. જ્યારે અકોટા અને માંજલપુરના ઉમેદવારોની સંયુક્ત ટીમે પ્રચાર, ઢંઢેરા અને સ્થાનિક સમસ્યા લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું છે. બીજી તરફ રાવપુરાના ઉમેદવારે પોતાની સોશિયલ મીડિયા ટીમ બનાવી છે. વાડીના ઉમેદવાર હજી પ્લાનિંગ કરી રહ્યા છે.

ભાજપે હરીફ પર ત્રાટકવા ટીમ બનાવી, કોંગ્રેસની અલગ સ્ટ્રેટેજી
ભાજપની સોશિયલ વોર માટે 30 સભ્યોની ટીમ ઉપરાંત વિધાનસભા સ્તરે 10-10 સભ્યોની ટીમો કાર્યરત છે. આ ટીમમાં 5 સભ્યો એવા છે કે જેઓ હરીફ પાર્ટી તરફથી ફેલાવાતી અફવા, ગંદી ભાષા સહિતના કન્ટેન્ટ પર નજર રાખી કમેન્ટ કરે છે. જ્યારે કોંગ્રેસે આવી સ્ટ્રેટેજી બનાવી નથી. કોંગ્રેસની ટીમો દ્વારા જરૂર જણાય ત્યારે જ એટેક કરે છે. કોંગ્રેસે નેટવર્ક એવું બનાવ્યું છે કે જે સમસ્યા જે વિસ્તારની હોઈ ત્યાંના લોકો સુધી પોસ્ટ પહોંચે.

અન્ય સમાચારો પણ છે...