• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • PM Modi Takes Yoga To New Heights Globally, Gujarat's Children And Youth Will Shine Internationally In Coming Days: Minister Of State For Home Affairs

નિવેદન:PM મોદીએ યોગને વિશ્વ સ્તરે નવી ઊંચાઇ આપી, ગુજરાતના બાળકો અને યુવાનો આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકશેઃ ગૃહ રાજ્યમંત્રી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા પાસે કાયાવરોહણ સ્થિત લકુલેશ મહાદેવ મંદિરના પટાંગણ ખાતે ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો - Divya Bhaskar
વડોદરા પાસે કાયાવરોહણ સ્થિત લકુલેશ મહાદેવ મંદિરના પટાંગણ ખાતે ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો
  • ગૃહ રાજ્યમંત્રીએ કાયાવરોહણ ખાતે ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર નજીક આવેલા કાયાવરોહણ સ્થિત લકુલેશ મહાદેવ મંદિરના પટાંગણ ખાતે ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો.

પીએમ મોદીના પ્રયાસોને લીધે યુવાનો યોગ તરફ વળ્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના બાળકો અને યુવાનો આવનારા દિવસોમાં ગુજરાત અને રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકશે. યોગાસન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રયાસોને લીધે યુવાનો યોગ તરફ વળ્યા છે. યોગાસનને વિશ્વ સ્તરે નવી ઊંચાઇ આપી છે અને વિશ્વભરમાં યોગાચાર્યની માગ વધી છે. રાષ્ટ્રની સંસ્કૃતિ યોગાસન છે. યોગાસનથી ફિટનેસ જળવાઈ છે. આ યુવાનો અન્ય રાષ્ટ્રમાં યોગ શીખવશે.

મંત્રીએ 84 વર્ષના યોગાચાર્ય જાડેજાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતુ
મંત્રીએ 84 વર્ષના યોગાચાર્ય જાડેજાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતુ

84 વર્ષના યોગાચાર્યનું સન્માન કર્યું
રાજ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, યોગની પ્રવૃત્તિઓ માટે ખૂટતી તમામ જરૂરી કામગીરી રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવશે. તેમણે યોગ કરતા બાળકો અને યુવાનોને સફળતાની નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીએ 84 વર્ષના યોગાચાર્ય જાડેજાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રયાસોને લીધે યુવાનો યોગ તરફ વળ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રયાસોને લીધે યુવાનો યોગ તરફ વળ્યા છે

બાળકોએ યોગાસન થકી ગણેશ વંદના કરી
કાર્યક્રમમાં બાળકોએ યોગાસન થકી ગણેશ વંદના કરી હતી. બાળકોએ યોગ નિદર્શન કર્યુ હતુ.કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દ્વારકેશલાલજીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ખેસ ઓઢાડી આવકાર્યા હતા
દ્વારકેશલાલજીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ખેસ ઓઢાડી આવકાર્યા હતા

ગૃહ રાજ્યમંત્રીએ દ્વારકેશલાલજીને મળીને આશીર્વાદ મેળવ્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના બાજવાડા સ્થિત કલ્યાણ પ્રાસાદજી હવેલી ખાતે દ્વારકેશલાલજીને મળી આશીર્વાદ મેળવ્યા હતા. દ્વારકેશલાલજીએ ગૃૃહ રાજ્યમંત્રીને ખેસ ઓઢાડી આવકાર્યા હતા. તેમણે હવેલીની મુલાકાત લઈ હવેલીની માહિતી મેળવી હતી. તેમના સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા, વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ, વડોદરાના પૂર્વ કલેક્ટર ભાગ્યેશ જહા જોડાયા હતા.

શી ટીમ એપના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ હાજરી આપી હતી
શી ટીમ એપના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ હાજરી આપી હતી
અન્ય સમાચારો પણ છે...