કૌભાંડ:અંડર-16 ટીમમાં રમવા ખેલાડીએ ઇખરના ખોટા દસ્તાવેજો રજૂ કર્યા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત બહારના ક્રિકેટરોને બીસીએની ટીમમાં ઘુસાડવાનું ષડ્યંત્ર

બીસીએની અંડર-16 ટીમમાં બોગસ દસ્તાવેજોથી ગુજરાત બહારના ક્રિકેટરોને ઘુસાડવાનું કૌભાંડ બહાર આવતાં સત્તાધીશો ચોંકી ઊઠ્યા હતા. આ અંગે દસ્તાવેજોની ચકાસણી બાદ જે તે નિર્ણય એપેક્ષ કાઉન્સિલ લેશે તેમ જાણવા મળે છે. દસ્તાવેજો અને રેડ કાર્ડ મુદ્દે છેલ્લા સપ્તાહમાં 6 જણને તગેડી મુકાયા હોવાનું બીસીએએ જણાવ્યું હતું.

થોડાક દિવસો પહેલાં ગુજરાત બહારના પાંચ ખેલાડીઓને રેડ કાર્ડ મુદ્દે હાંકી કઢાયા હતા

આ કૌભાંડની વિગત એવી છે કે, ગોત્રીની એક ખાનગી એકેડેમીના શિવમ ભારદ્વાજે અંડર-16 ટીમમાં રમવા માટે દસ્તાવેજો રજૂ કર્યા હતા. બીસીએ સેક્રેટરી અજિત લેલેએ જણાવ્યું હતું કે, અમને શંકા જતાં શિવમનો ટેસ્ટ કરાવતાં તેની ઉંમર 14 વર્ષ કરતાં વધુ હોવાનું બહાર આવ્યું હતું. બીસીએ સ્ટાફ દ્વારા દસ્તાવેજોની ચકાસણી ઇખરમાં કરવાઈ હતી, જ્યાં દસ્તાવેજો બનાવાયા હતા. ઇખરના તલાટીએ જન્મનું પ્રમાણપત્ર પોતે ન આપ્યું હોવાનું અને સ્કૂલે પણ હાથ ઊંચા કરી દીધા હતા. જેથી ગુરુવારે બીસીએ દ્વારા શિવમને હટાવી દેવામાં આવ્યો હતો. બીસીએના પ્રવક્તા સત્યજિત ગાયકવાડે જણાવ્યું હતું કે, શિવમના દસ્તાવેજોની ચકાસણી શનિવારે થશે અને આ અંગે બીસીએની એપેક્ષ કાઉન્સિલ જે તે નિર્ણય લેશે.જ્યારે બીસીએના જોઈન્ટ સેક્રેટરી પરાગ પટેલે જણાવ્યું હતું કે, થોડાક દિવસો પહેલાં ગુજરાત બહારના પાંચ ખેલાડીઓને રેડ કાર્ડ મુદ્દે હાંકી કઢાયા હતા. ખાનગી સૂત્રોના જણાવ્યા અનુસાર ઇખરનું નામ આવતાં એક પૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડી સામે શંકા સેવાઇ રહી છે.  

અન્ય સમાચારો પણ છે...