શૂટઆઉટ@કોરોના ::ખેલદીલીની રાઇફલ અને ખેવનાની બુલેટ સાથે ખેલાડીઓની પ્રેક્ટિસ શરૂ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉકાળા-જ્યૂસ, માસ્ક અને ડિસ્ટન્સિંગ સાથે રાજ્યની પ્રથમ રાઇફલ શૂટીંગ એકેડમી શરૂ

કોરોનાને પગલે સમગ્ર વિશ્વમાં સ્પોર્ટ્સ પ્લેયર્સની પ્રેક્ટીસ અને રમત પર બ્રેક વાગી ગઇ હતી. જો કે રમતોને ફરી શરૂ કરવાનાં પ્રયાસ થઇ રહ્યાં છે. શહેરમાં એકેડમી કે ઓનલાઇન રમતોની પ્રેક્ટીસ શરૂ થઇ છે. શહેરમાં રાઇફલ શૂટીંગ એકેડમીમાં પ્લેયરોએ પ્રેક્ટીસની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં સૌપ્રથમ 3 રાઇફલ શૂટીંગ એકેડમીની શરૂઆત વડોદરામાં થઇ હતી. અહીં પહેલા પ્રાઇવેટ શૂટીંગ એકેડમી હતી જ નહિ. પરંતું વડોદરામાંથી તેની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં ટેનએક્સ રાઇફલ શૂટીંગની શરૂઆત 2012માં થઇ હતી. ત્યારથી અત્યારસુધી દર વર્ષે 150થી વધુ ખેલાડીઓ નેશનલ લેવલ માટે અહીં તૈયાર થાય છે. જેમાથી 8થી 10 ખેલાડીઓ નેશનલ લેવલે જઇ જીત હાંસલ કરે છે.
નવા ખેલાડીઓને એડમિશન હમણાં નહીં અપાય
ટેનએક્સ રાઇફલ શૂંટીંગનાં ઇન્ટરનેશનલ શૂટીંગ સ્પોર્ટસ ફેડરેશન કોચ રવિ પટેલે જણાવ્યું હતું કે, અમારી એકેડમીમાં જે ખેલાડીઓ પ્રેક્ટીસ કરતા હતા તેમને જ બોલાવવામાં આવે છે. નવાં ખેલાડીઓને એડમિશન અપાતું નથી. હાલમાં 8 ખેલાડીઓ જે નેશનલ લેવલે ભાગ લેવા જનાર છે જે પ્રેક્ટીસ કરી રહ્યા છે. અહિ 10 વર્ષથી લઇને સિનિયર સિટિઝન ખેલાડીઓ પ્રેક્ટીસ કરે છે. જેમાંથી 34 વર્ષનો ડિસેબલ ખેલાડી ઇલ્યાઝ વોરા વર્લ્ડ કપમાં પણ ભાગ લઇ આવ્યો છે. આ ખેલાડીઓએ 94 ગોલ્ડ મેડલ હાંસિલ કરેલા છે.
ગન-શૂટર સહિત એકેડેમિ સેનેટાઇઝ કરાય છે
અહિ ખેલાડીઓ આવે તે પહેલા આખી એકેડમીને સેનેટાઇઝ કરાય છે. ખેલાડીઓ માટે હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક ફરજિયાત છે. બે ખેલાડીઓ વચ્ચે યોગ્ય ડિસ્ટન્સ રાખીને પ્રેક્ટીસ કરાવાય છે. ખેલાડીઓ આવે ત્યારે તેમને પહેલા સેનેટાઇઝ કરવામાં આવે છે અલબત્ત એકેડેમિમાં આવનાર તમામ ખેલાડીઓ સહિત તેમનો સામાન અને કોચીસ પણ સેનેટાઇઝ થાય છે, ત્યારબાદ જ પ્રેક્ટિસ શરૂ થાય છે. ઉપરાંત તમામની ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળા અને જ્યુસ પણ આપવામાં આવે છે. જેથી ટાર્ગેટ એચિવ કરવામાં ચૂક ન થાય.
ગન અને રાયફલ બન્નેની ટ્રેનિંગ શરૂ
એકેડમીમાં રાઇફલ અને પિસ્તોલ બંનેની ટ્રેનીંગ અપાય છે. બંને ગનનો ઉપયોગ ઓલ્મ્પિક લેવલ સુધી થાય છે અને ઓલ્મ્પિક લેવલે જે ઇલેક્ટ્રીક સિસ્ટમ વપરાય છે એવી જ સિસ્ટમ ખેલાડી પ્રેક્ટીસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...