તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઇરલ:વડોદરાના કારેલીબાગમાં આંશિક લોકડાઉન વચ્ચે રાત્રે અડધા શટરે પીઝા સેન્ટર ખુલ્યુ, પીઝા ખાવા માટે લોકોના ટોળા જામ્યા

વડોદરા3 મહિનો પહેલા
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાત્રિના સમયે પીઝા પાર્લર ચાલી રહ્યું હતું
  • રાજ્યમાં કોરોનાને ચેઇન તોડવા માટે રાજ્ય સરકારે આંશિક લોકડાઉન અને રાત્રી કર્ફ્યૂ લાદ્યો છે
  • આંશિક લોકડાઉન છતાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પીઝા સેન્ટર અડધા શટરે ખુલ્લુ રહે છે
  • જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા કારેલીબાગ પોલીસે પીઝા સેન્ટર બંધ કરાવ્યું

રાજ્યમાં કોરોના વાઇરસના કહેરને પગલે રાત્રિ કર્ફ્યૂ અને આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, તેમ છતાં વડોદરામાં આંશિક લોકડાઉના લીરેલીરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાત્રિના સમયે પીઝા પાર્લર ચાલી રહ્યું હતું અને લોકોએ પીઝા ખાવા માટે રીતસરની લાઇનો લગાવી દીધી હતી. આ વાત ધ્યાને આવતા એક જાગૃત નાગરિકે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી કારેલીબાગ પોલીસે પહોંચીને પીઝા પાર્લર બંધ કરાવ્યું હતું અને પીઝા સેન્ટરના સંચાલકની અટકાયત કરી હતી.

રાત્રિના સમયે પીઝા સેન્ટર બેરોકટોક ધમધમતુ જોવા મળ્યું
વડોદરા શહેરમાં આંશિક લોકડાઉન અને રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધીના કર્ફ્યૂ છતાં અડધા શટરે દુકાનો ખુલી જાય છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એલએન્ડટી સર્કલ પાસે આવેલુ પીઝા સેન્ટર રાત્રિના સમયે બેરોકટોક ધમધમતુ જોવા મળ્યું હતું. કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરીને પીઝા સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું અને લોકો પણ પીઝા ખરીદવા માટે પડાપડી કરી રહ્યા હતા.

જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા કારેલીબાગ પોલીસે પીઝા સેન્ટર બંધ કરાવ્યું
જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા કારેલીબાગ પોલીસે પીઝા સેન્ટર બંધ કરાવ્યું

જાગૃત નાગરિકે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી
કોરોનાને આમંત્રણ આપતા આ દ્રશ્યો જોઇને વડોદરાના જાગૃત નાગરિકે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેથી તુરંત જ કારેલીબાગ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને પીઝા પાર્લર બંધ કરાવ્યું હતું અને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો અને પીઝા સેન્ટરના સંચાલક વિશાલ લીલાધરની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પીઝા સેન્ટરના સંચાલકની અટકાયત કરી
પીઝા સેન્ટરના સંચાલકની અટકાયત કરી

આંશિક લોકડાઉનનો ભંગ કરીને કોરોનાને ખુલ્લુ આમંત્રણ
આંશિક લોકડાઉનને કારણે વેપારીઓની હાલત ફકોડી બની રહી છે, છતાં પણ વેપારીઓ કોરોનાને કાબૂમાં લેવા માટે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી રહ્યા છે, ત્યારે આવા કેટલાક લોકો આંશિક લોકડાઉનનો ભંગ કરીને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એલએન્ડટી સર્કલ પાસે આવેલુ પીઝા સેન્ટર રાત્રિના સમયે બેરોકટોક ધમધમતુ જોવા મળ્યું હતું
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી એલએન્ડટી સર્કલ પાસે આવેલુ પીઝા સેન્ટર રાત્રિના સમયે બેરોકટોક ધમધમતુ જોવા મળ્યું હતું