કાર્યવાહી:બાયોડિઝલના વેપલામાં પંપ માલિક પિયુષ ઠુમર પકડાયો, પોરના ધરતી પંપ પર હાઇડ્રોકાર્બન વેચાતુ હતું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જગ્યા ભાડે આપનાર રસિક ઘેટિયા પણ ઝડપાયો

વડોદરા ભરુચ હાઇવે પર પોર પાસે ગેલેકસી હોટેલની બાજુમાં ધરતી બાયોડીઝલ પંપમાં બાયોડીઝલના નામે હાઇડ્રોકાર્બન વેચતા પંપના ભાગીદાર અને ફિલરને જીલ્લા પોલીસે ઝડપી લઇ 6.12 લાખનું 9 હજાર લીટર કેમિકલ જપ્ત કર્યું હતું. દરમિયાન પોલીસે સુરતમાં રહેતા પંપના માલીક અને જગ્યા આપનારા શખ્સને પણ ઝડપી લીધા હતા જયારે કેમિકલ સપ્લાય કરનારા રાજકોટના શખ્સની શોધખોળ આદરી હતી. જિલ્લા એસઓજી પોલીસે પોરના ધરતી બાયોડીઝલ પંપ પર દરોડો પાડયો હતો. જયાં કેબીનમાં પંપનો ભાગીદાર પંકજ જયસુખભાઇ પંડીત (રહે રાજકોટ) અને ફિલર મેહુલ કિશોર ખુંટ (રહે, રાજકોટ) મળી આવ્યા હતા.

પોલીસે પંકજ પંડીત અને મેહુલને સાથે રાખી પંપમાં તપાસ કરતાં બે ટેન્કમાં 9 હજાર લીટર બાયોડીઝલ (કિંમત 6.12 લાખ) મળી આવ્યું હતું. વરણામા પીએસઆઇ કિરીટસિંહ બિહોલાની તપાસ માં પંપનો માલીક પિયુષ ભીખાભાઇ ઠુમર (રહે, સુરત) હોવાનું તથા બેઝ ઓઇલનો જથ્થો રાજકોટના આરવ એન્ટરપ્રાઇઝમાંથી મંગાવતો હતો.

જેથી પોલીસે બાયોડીઝલનો જથ્થો કબજે કરી પિયુષ ભીખાભાઇ ઠુમર, પંકજ જયસુખભાઇ પંડીત, ફિલર મેહુલ ખુંટ તથા હાઇડ્રોકાર્બનનો જથ્થો મોકલનાર શખ્સ લતથા આ જગ્યાના માલીક મળીને 5 જણા સામે ગુનો નોંધ્યો હતો અને તેમની શોધખોળ આદરી હતી. પોલીસે સુરતમાં દરોડો પાડી પિયુષ ઠુમ્મરને અને જગ્યા આપનારા રસીક જીવણ ઘેટીયાને પણ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...