શહેરના 75 ગ્રીન પ્લોટ પૈકી પાલિકાએ 45 પ્લોટનું સંચાલન હસ્તગત કર્યા બાદ અર્બન ફોરેસ્ટ બનાવવાની કામગીરી અંતર્ગત સમા હેડગેવાર ગાર્ડન સામેના ગ્રીન પ્લોટમાં 5 જૈનુ પર્યાવરણ દિન હોવાથી પ્લાન્ટેશન કરવા પાલિકાએ ખોડેલા ખાડા વૃક્ષો વાવ્યા વિના પૂરી દેવામાં આવતા વિવાદ થયો છે. અગાઉ પ્લોટમાં ખાડા ખોદવા ગયેલા પાલિકાના કર્મચારીઓને પણ પ્લોટના કહેવાતા માલિકે રોક્યા હતા. પાલિકાના પ્લોટમાં અર્બન ફોરેસ્ટના કોન્સેપ્ટ હેઠળ પ્લાન્ટેશન કરવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પાલિકાએ 44 પૈકીના 10થી વધુ પ્લોટમાં ખાડા ખોદયા હતા.
જોકે સમા હેડગેવાર ગાર્ડન સામે આવેલા પ્લોટ પર પાલિકાએ પ્લાન્ટેશન માટે ખોડેલા ખાડાને પુરી દેવામાં આવ્યા છે. ભાસ્કરને મળેલા વીડિયોમાં અગાઉ પાલિકાએ માર્કેશન કરીને જે ખાડા ખોડેલા હતા તેને પુરવામાં આવેલા દેખાઇ રહ્યા છે . અગાઉ જ્યારે પાલિકાની ટીમ પ્લોટ પર ખાડા ખોદી રહી હતી. ત્યારે પ્લોટના કહેવાતા માલિક ત્યાં દોડી ગયા હતા અને તેઓએ પાલિકાના અધિકારીઓ આવશે તો પણ નહીં ખોદવા દે તેમ કહી વિરોધ કર્યો હતો. પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેકટર મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે, પ્લોટમાં ખાડા પૂરવામાં આવ્યા છે તે અંગે અમને જાણ નથી. આ અંગે તપાસ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.