તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં PIની પત્ની ગુમ કેસ:સ્વીટી જોવા મળ્યાના પોલીસને રોજના 40 ફોન મળે છે; પેટલાદ, અમદાવાદ,પાટણ અને દહેજમાં જોવા મળ્યા હોવાના ફોન આવ્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીલ્લા પોલીસ તંત્રમાં એસઓજી શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા પીઆઇ એ.એ.દેસાઇના પત્ની સ્વીટી બેન પટેલ 1 માસથી ગુમ થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. એક માસ સુધી શોધખોળ કરાયા બાદ પણ સ્વીટી પટેલનો કોઇ પતો ના મળતાં આખરે તાજેતરમાં પોલીસે પેમ્પ્લેટ છપાવી તથા અખબારોમાં જાહેરાતો આપી ને લોકોને માહિતી આપવા અપિલ કરી હતી. પોલીસ રાજયભરમાં સ્વીટી પટેલની શોધખોળ કરી રહી છે અને વિવિધ શહેરોમાં તેઓ જોવા મળ્યા હોવાના રોજના પોલીસને 40થી વધુ ફોન મળી રહ્યા છે.

પોલીસ આ સ્થળોએ ટીમો મોકલીને તપાસ કરાવી રહી છે પણ છેવટે ખાલી હાથે પરત ફરી રહી છે. પોલીસને પાટણ, પેટલાદ, અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં સ્વીટીબેન જોવા મળ્યા હોવાના ફોન મળ્યા હતા જેથી પોલીસે તપાસ કરાવી હતી પણ કોઇ કડી મળી શકી ન હતી. બુધવારે પણ પોલીસને ફોન કોલ આવ્યા હતા જેથી પોલીસે તપાસ કરાવી હતી પણ તેમના જેવી કોઇ મહિલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસ કોઇ પણ નાની માહિતીમળે તો તપાસ કરી રહી છે પણ હજું સુધી કોઇ કડી મળી શકી ન હતી. પોલીસ કરજણ અને તેની આસપાસના વિસ્તારોમાં અવાવરુ સ્થળોએ, રેલવે ટ્રેક પાસે તથા બસ ડેપોના સીસી ટીવી ફુટેજ અને બિનવારસી મૃતદેહો ની પણ તપાસ કરી રહી છે .

PIએ બીજા લગ્ન કરતાં દંપતી વચ્ચે ઝઘડો થયો
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા પીઆઇ એ.એ.દેસાઇએ 2016માં સ્વીટી બેન પટેલ સાથે ફુલ હાર કર્યા હતા પણ 2017માં તેમણે સમાજ રાહે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. પીઆઇએ બીજા લગ્ન કરતાં જ સ્વીટી બેને પીઆઇને તેમના બીજા પત્નીને છુટાછેડા આપી દઇ પોતાને કાયદેસરની પત્ની સ્વીકારવા આગ્રહ શરુ કર્યો હતો અને ત્યાર બાદ બંને વચ્ચે ઝઘડા થાવ માંડયા હતા. આ જ કારણોસર તેઓ ઘર છોડીને જતા રહ્યા હોવાનું અનુમાન વ્યકત કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...