તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પરિવાર પર પાઇપથી હુમલો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાધાન કરવા બે પરિવાર ભેગા થયા બાદ ઝઘડો થયો

પ્રેમ લગ્ન બાદ સમાધાન કરવા બાબતે બે પરિવારો ભેગા થતા ઝઘડો થયો હતો. જેમાં યુવક અને તેના પરિવાર દ્વારા યુવતીના પરિવાર પર પાઈપ વડે હુમલો કરવામાં આવતા આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.કલાલી ફાટક પાસે વુડાના મકાનમાં રહેતા ગીતાબેન ચોરગે (ઉ.વ.60)નો આક્ષેપ છે કે, વુડાના મકાનમાં જ રહેતા પરિવારની દિકરીને પાસેના જ મકાનમાં રહેતો યુવક ભગાડીને લગ્ન કરી લીધા હતાં. દરમિયાન રક્ષાબંધનનો તહેવાર હોવાથી તેઓ સમાધાન કરવા માટે આવ્યાં હતાં. સમાધાન અંગે ફરિયાદીને સામાપક્ષે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો હતો.

ત્યાર બાદ યુવકનો ભાઈ નયન ઉલ્લારકર,ગણેશ પાર્ટે,કુંદીરાવ ઉલ્લારકર અને એક અજાણ્યો વ્યક્તિ 22 ઓગષ્ટના રોજ રાતે સાડા નવ વાગે ફરિયાદીના ઘરે આવીને પાઈપ વડે ફરિયાદી અને તેમના બે છોકરાઓ અને ભાભીને મારમારવાનું શરૂ કર્યું હતું. ઘરમાં રહેલા ટીવી હોમ થીયેટર અને બાઈકની તોડફોડ કરી હતી. જ્યારે માર વાગવાથી ફરિયાદીને હાથમાં ફ્રેક્ચર થતાં તેમને ગોત્રી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ફરિયાદીએ નયન ઉલ્લારકર,ગણેશ પાર્ટે અને કુંદીરાવ ઉલ્લારકર વિરૂધ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...