ધમકી:પાયલોટ પતિની 50 લાખ માગી દાટી દેવાની ધમકી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ પતિ સામે પોલીસમાં ફરિયાદ
  • ગર્ભવતી થતાં ખર્ચાની માંગ કરી ત્રાસ આપ્યો

શહેરમાં સમા વિસ્તારમાં રહેતી મહિલાને તેના પાયલોટ પતિએ 50 લાખ રુપીયાની માંગણી કરી સળગાવી દઇ જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. શહેરના સમા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોલીસમાં તેના પતિ સંગ્રામ પાલેકર (રહે, અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે તેના લગ્ન 2013માં થયા હતા.તેનો પતિ પાયલોટ તરીકે નોકરી કરે છે. લગ્ન બાદ તેનો પતિ ઢોર માર મારતો હતો અને જાતિ વિષયક અપમાન કરતો હતો.

તેનો પતિ લાલચુ અને હવસખોર માનસિકતા ધરાવતો હતો અને તેની સાથે જાનવર જેવું વર્તન કરતો હતો. તથા ધંધામાં રોકાણ કરવા માટે 50 લાખ રુપીયાની માંગણી કરી હતી. શંકાશીલ સ્વભાવના પતિએ લગ્ન બાદ મહિલાની નોકરી છોડાવી દીધી હતી અને તે ગર્ભવતી થતાં ખર્ચાની માંગ કરી માનસિક ત્રાસ આપ્યો હતો. શારિરીક માનસિક ત્રાસ બાદ મહિલાએ સવા બે માસમાં જ બાળક ગુમાવી દીધું હતું જેને મહિલાને જ જવાબદાર ઠેરવી હતી. મહિલા પાસે 50 લાખની માંગણી કરી સળગાવી દઇને લાશ જમીનમાં દાટી દેવાની પણ પતિએ ધમકી આપી હતી.પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...