તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Picture Clearly Shows A Dog Eating Human Organs At Sayaji Hospital In Vadodara, But The RMO Said: "Investigation Revealed That The Video Was Not In Front Of The Cold Room."

ઢાંકપિછોડો:વડોદરાની સયાજી હોસ્પિ.માં કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનું તસવીરમાં સ્પષ્ટ દેખાય છે, છતાં RMOએ કહ્યું: 'વીડિયો કોલ્ડરૂમની સામેનો ન હોવાનું તપાસમાં બહાર આવ્યું'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામે જ કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનું તસવીરમાં સ્પષ્ટ દેખાય છે - Divya Bhaskar
સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામે જ કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનું તસવીરમાં સ્પષ્ટ દેખાય છે
  • સયાજી હોસ્પિટલમાં કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાના મામલે 3 લોકોના નિવેદન લેવાયા

વડોદરાની સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામે ત્રણ દિવસ પહેલા કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જોકે, સયાજી હોસ્પિટલના RMO ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે, અમે 3 લોકોના નિવેદન લીધા હતા, જેમાં આ વીડિયો સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામેનો ન હોવાનું તેઓએ જણાવ્યું છે. જોકે, હકીકત એ છે કે, સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામે જ કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનું તસવીરમાં સ્પષ્ટ દેખાય છે

ત્રણ દિવસ પહેલા કૂતરૂ માનવ અંગ ખાતુ હતું
મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારીનો વીડિયો 3 દિવસ પહેલા વાઇરલ થયો હતો. આ વીડિયોમાં સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામે રસ્તા પર એક કૂતરૂ માનવ અંગ ખાતુ જોવા મળે છે. હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સમગ્ર ઘટનાને નજરે જોનાર લોકોમાં હોસ્પિટલના તંત્ર સામે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામે ત્રણ દિવસ પહેલા કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો સામે આવ્યો હતો
સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામે ત્રણ દિવસ પહેલા કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો સામે આવ્યો હતો

RMO કહે છે કે, વીડિયો સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામેનો નથી
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના RMO ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે, કૂતરૂ માનવ અંગ ખાતુ હોવાના મામલે અમે અત્યાર સુધીમાં 3 લોકોના નિવેદન લીધા હતા, જેમાં આ વીડિયો સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની સામેનો ન હોવાનું તેઓએ જણાવ્યું છે.

હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી
હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી

બાયોમેડિકલ વેસ્ટને PM રૂમની બાજુમાં બેગમાં ભરીને મૂકાય છે
સયાજી હોસ્પિટલમાંથી દરરોજ મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ નીકળે છે. જેને પોસ્ટમોર્ટમ-કોલ્ડરૂમ પાસે બેગોમાં ભરીને મૂકવામાં આવે છે. તેનો નિયત પદ્ધતિ પ્રમાણે નિકાલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં માનવના પગના પંજા જેવા દેખાતા અંગને હોસ્પિટલમાંથી તાણીને કૂતરૂ બહાર લાવી રહ્યું છે. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની સામે રસ્તા પર તેને બચકા ભરીને ખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...