તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનોનો સમય:14મીથી શરૂ થતી 4 પ્રવાસી ટ્રેન માટે પિકઅપ અને ડ્રોપની સુવિધા

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કોરોનામાં બંધ કરાયેલી ભારત દર્શનની ટ્રેનો ફરી દોડશે
 • ટ્રેનમાં એક આઇસોલેશન વોર્ડ અને તબીબો પણ રખાશે

IRCTC દ્વારા કોરોનામાં બંધ કરેલા પ્રવાસો ફરી શરૂ કરાયા છે. 14 ફેબ્રુઆરીએ રાજકોટથી પ્રથમ ટ્રેન પ્રસ્થાન કરશે. કુલ 4 ટ્રેન દ્વારા ભારત દર્શન અને પીલગ્રીમ નામે વિવિધ સ્થળોનો પ્રવાસ કરાવાશે. આઇઆરસીટીસી દ્વારા સ્લીપર ક્લાસ માટે રોજના 1 વ્યક્તિ માટે રૂા. 900ની સ્કીમ અમલમાં મૂકાઈ છે. 12 દિવસના આ પ્રવાસમાં રહેવા, જમવા, સાઈટ સીન સહિતની સુવિધા અપાશે.

અમદાવાદ રિજિયન ઓફિસના વાયુનંદન શુક્લાએ જણાવ્યું કે, 5 સ્લીપર કોચ અને 5 એસી કોચ દ્વારા પ્રવાસ શરૂ કરાશે. ઓનલાઇન અને વડોદરા સ્ટેશનથી બુકિંગ કરી શકાશે. વડોદરાથી પિક અપ અને ડ્રોપની સુવિધા રહેશે. કોરોનાને પગલે ટ્રેનમાં એક આઇસોલેશન વોર્ડ અને તબીબો પણ રખાશે. અન્ય ટ્રેન 27 ફેબ્રુઆરીએ તેમજ ભારત દર્શન કુંભ હરિદ્વાર 6 માર્ચ અને ભારત દર્શન દક્ષિણનાં સ્થળો માટે 20 માર્ચ ટ્રેન રવાના થશે.

એપ્રિલથી કેવડિયા પ્રવાસ શરૂ કરાશે
IRCTCએ વડોદરાથી વડોદરા અને અમદાવાદથી અમદાવાદ માટે કેવડિયાના 1 અને 2 દિવસના પ્રવાસની યોજના તૈયાર કરી છે, જે એપ્રિલથી શરૂ થશે. રૂા. 6 હજારથી 11 હજાર સુધીના પેકેજ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો