તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:શેખ બાબુ હત્યા કેસમાં PI ગોહિલ અને PSI રબારીને સસ્પેન્ડ કરાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના પુત્રે અદાલતમાં કરેલી પિટિશનની આજે સુનાવણી હાથ ધરાશે
  • અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યા
  • અગાઉ પો.ઇ.ગોહિલની ટ્રાફિકમાં બદલી થઈ હતી

શહેરના ચકચારી શેખ બાબુ હત્યા કેસમાં આરોપી ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઇ દશરથ રબારીને અમદાવાદ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો તે પહેલાં બંનેની અમદાવાદ ખાતે બદલી થઈ હતી સીઆઇડી ક્રાઇમમાં તેઓ હાજર થયા બાદ હાલમાં જેલમાં છે. બીજી તરફ મૃતકના પુત્રએ હાઇકોર્ટમાં કરેલી પિટિશનની મંગળવારે સુનાવણી છે.

અમદાવાદ પોલીસ સુત્રો એ જણાવ્યું હતું કે ગત 10 ડિસેમ્બર 2019ના રોજ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હાલ અમદાવાદ માં બદલી થઈને આવેલા પીઆઇ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઇ દશરથ રબારી ફરજમાં હતા ત્યારે ચોરીના શકદાર ની અટકાયત કરી આરોપીનું સાઅપરાધ મૃત્યુ નિપજાવ્યું હતું. તેમની સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેમની ઇરાદાપૂર્વકની ગંભીર પ્રકારની ગુનાહિત વર્તણૂક અને બેદરકારી દાખવતા રાજ્ય સેવાના ભંગ બદલ તેમને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યા છે.

ગુનો નોંધાયો તે પહેલા ધર્મેન્દ્રસિંહ ગોહિલની ફતેગંજ પોલીસ સ્ટેશનમાંથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે તેમની અમદાવાદ ખાતે બદલી કરી હતી. તેના થોડા સમય પહેલાં પીએસઆઇ રબારીની પણ અમદાવાદ ખાતે બદલી થઈ હતી. બીજી તરફ મંગળવારે 15 તારીખે મૃતકના પુત્રે કરેલી પીટીશનની સુનાવણી પર સૌની નજર છે મૃતકના પુત્ર એ અગાઉ કહ્યું હતું કે સીઆઇડી ક્રાઇમ દસ દિવસના રિમાન્ડ પછી પણ લાશ ક્યાં નિકાલ કરાયો છે તે શોધી શકી નથી. જેથી તેઓ હવે સમગ્ર તપાસ સીબીઆઈને સોંપવા તેવી માંગ કરવાના છે સીઆઇડી ક્રાઇમ પણ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાય તેવા પ્રયાસ કરી રહી છે.

શેખ બાબુ કેસમાં આવતીકાલે વડી અદાલતમાં સુનાવણી છે તેની ઉપર સૌની નજર છે શેખ બાબુના પુત્ર સલીમે જણાવ્યું હતું કે તેમના તરફથી અદાલતમાં નાર્કોટેસ્ટ અને સીબીઆઇની તપાસ ની માંગ કરવામાં આવશે તેઓ હવે આ મામલે તેમને ન્યાય મળે તે માટે સુપ્રીમ કોર્ટ સુધી લડશેઆરોપીઓના દસ દિવસના રિમાન્ડ પછી પણ તેમના પિતા ની લાશ ક્યાં છે તે જાણવા મળતું નથી જેથી હવે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી સીઆઇડી ક્રાઇમ પણ હવે શું કાર્યવાહી કરવાની છે તેના પર સૌની નજર મંડાયેલી છે. અત્રે ઉલેખનીય છે કે શેખ બાબૂ ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં તેમના પુત્રએ હાઇકોર્ટમાં રીટ કરી હતી જેના પગલે તપાસ હાથ ધરવામાં આવતાં ફતેગંજ પો.ઇ.સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો.ત્યારબાદ તમામ આરોપીઓ સીઆઈડી સમક્ષ હાજર થયા બાદ તેમના રીમાન્ડ લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...