સ્વિટી પટેલ હત્યા કેસ:PI દેસાઇની જેલ ફેરની રિવિઝન અરજી નામંજૂર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા જેલમાં ખસેડવાના આદેશ સામે રિવિઝન અરજી

સ્વિટી પટેલ હત્યા કેસના આરોપી પીઆઇ અજય દેસાઈ અને કિરીટ સિંહ જાડેજાને કરજણ સબ જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવાના આદેશ સામે સેશન્સ કોર્ટમાં કરાયેલ રિવીઝન અરજી નામંજૂર કરાઈ હતી.

પીઆઇ અજય દેસાઈ અને કિરીટ સિંહ જાડેજાની કરજણ સબ જેલમાંથી વડોદરા મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી કરજણ કોર્ટે મંજૂર કરતાં તેની સામે સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરાઈ હતી. જેમાં બંને અરજદારો તરફે રજૂઆત કરાઈ હતી કે, નીચલી કોર્ટનો આદેશ ખોટો અને કાયદાની જોગવાઇ વિરુદ્ધનો છે.

મામલતદાર માત્ર ચર્ચાસ્પદ કેસના બહાને પોતાની ફરજમાંથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પીઆઇ દેસાઇએ એનડીપીએસ અને લૂંટના આરોપીઓની ફરજ પર હતા ત્યારે ધરપકડ કરેલી છે અને તેમને વડોદરા જેલમાં રખાયેલા છે ત્યારે તેમના પર હુમલો થવાની સંભાવના છે. સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, નીચલી કોર્ટનો આદેશ યોગ્ય છે. બન્ને અરજદાર પ્રભાવશાળી છે અને વહીવટી કારણોસર પણ જેલ બદલી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...