તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા PI પત્ની ગુમ કેસ:પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટમાં બંને વચ્ચે ઝઘડા થતાં હોવાનો ઘટસ્ફોટ, સ્વીટી પતિને કહે છે કે, 'હું જતી રહીશ, મરી જઇશ'

વડોદરા2 મહિનો પહેલા
  • DNA ટેસ્ટનો રિપોર્ટ આવતા ચારથી પાંચ દિવસ લાગે તેની સંભાવના

વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પીઆઇ અને સ્વીટી વચ્ચે વચ્ચે ઝઘડાઓ થતાં હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. જેમાં વોટ્સએપ ચેટમાં સ્વીટી પટેલ પીઆઇને કહે છે કે, હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્વીટીના મોબાઇલમાંથી હજી મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

ચારથી પાંચ દિવસમાં DNA ટેસ્ટનો રિપોર્ટ આવે તેવી સંભાવના
સ્વીટી પટેલના ગુમ થવાના પ્રકરણમાં પોલીસ ડીએનએ ટેસ્ટના રિપોર્ટની રાહ જોઇ રહી છે. પોલીસે દહેજ પાસેના અટાલી ગામ નજીક 3 માળના અવાવરુ મકાન તથા તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં મળેલાં હાડકા અને સ્વિટી પટેલના 2 વર્ષના બાળકનાં સેમ્પલો લઇને એફએસએલમાં મોકલી ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો અને આગામી ચારથી પાંચ દિવસમાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવે તેવી પોલીસ સૂત્રોએ સંભાવના વ્યકત કરી હતી.

પોલીસે હાડકાં અને સ્વિટી પટેલના 2 વર્ષના બાળકનાં સેમ્પલો લઇને ડીએનએ ટેસ્ટએફએસએલમાં મોકલ્યા છે
પોલીસે હાડકાં અને સ્વિટી પટેલના 2 વર્ષના બાળકનાં સેમ્પલો લઇને ડીએનએ ટેસ્ટએફએસએલમાં મોકલ્યા છે

સ્વીટી પટેલ છેલ્લા 40 દિવસથી રહસ્યમય રીતે ગુમ
વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ફરજ બજાવનાર પીઆઇ એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 40 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં. હાડકાંના નમૂના એકત્ર કરીને એફએસએલ ખાતે મોકલાતા હાડકા યુવાન વય અને મધ્યમ ઉંમરની વ્યક્તિનાં હોવાનું તારણ અપાયા બાદ પોલીસે પીઆઇ દેસાઇ તથા તેમનાં પત્ની સ્વિટી પટેલના 2 વર્ષના બાળકના સેમ્પલ લઇને એફએસએલમાં મોકલી ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો . જો કે પોલીસ આ રિપોર્ટની રાહ જોઇ રહી છે. આગામી ચારથી પાંચ દિવસમાં આ રીપોર્ટ આવ્યા બાદ આ પ્રકરણમાં મોટો ખુલાસો થાય તેવી શકયતા છે.

પાંચ દિવસમાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવે તેવી સંભાવના
પાંચ દિવસમાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવે તેવી સંભાવના

મંગળવાર રાતથી પીઆઇ દેસાઇનો પોલિગ્રાફ ટેસ્ટ શરૂ કરાયો
સ્વીટી પટેલના ગુમ થવાના ચકચારી પ્રકરણની તપાસ કરી રહેલી જિલ્લા પોલીસે પીઆઇ એ.એ.દેસાઇના પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરાવાની મંજૂરી મેળવ્યા બાદ મંગળવારે પીઆઇ દેસાઇના ગાંધીનગર એફએસએલ ખાતે પોલિગ્રાફ ટેસ્ટ કરાવા માટે લઇ જવાયા હતા. જ્યાં રાતથી જ પોલિગ્રાફ ટેસ્ટ કરાવાયો હતો અને બુધવારે પણ આ પ્રક્રિયા ચાલું જ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં પીઆઇનો નાર્કો ટેસ્ટ પણ કરાવાશે.

દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ મકાનમાંથી માનવ હાડકાં મળ્યા બાદ પોલીસે ફરીથી ઘટના સ્થળની તપાસ શરૂ કરી
દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ મકાનમાંથી માનવ હાડકાં મળ્યા બાદ પોલીસે ફરીથી ઘટના સ્થળની તપાસ શરૂ કરી

માનવ હાડકાં મળ્યા બાદ પોલીસે ફરીથી અટાલીમાં તપાસ શરૂ કરી
દહેજના 20 કિ.મી.ના વિસ્તારમાં પોલીસે સ્વીટીની શોધખોળ કરી હતી અને દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ મકાનમાંથી માનવ હાડકાં મળ્યા બાદ પોલીસે ફરીથી ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે અને વધુ પુરાવા મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પીઆઇ દેસાઇનું મોબાઇલ લોકેશન પણ અટાલી ગામની આસપાસથી મળ્યું હોવાથી પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા છેે
પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા છેે

પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટના અંશો પોલીસના હાથે લાગ્યા
પોલીસે સ્વીટીના મોબાઇલમાંથી કેટલીક વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે પીઆઇ અને સ્વીટીની વોટ્સએપ ચેટના કેટલાક અંશો પોલીસના હાથે લાગ્યા છે. પોલીસને હાથ લાગેલી વોટ્સએપ ચેટમાં સ્વીટી પીઆઇને કહે છે કે, હું જતી રહીશ, મરી જઇશ. પોલીસે મોબાઇલની વોટ્સએપ ચેટને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...