એક્ઝામ:PhD એક્ઝિ. માટે 160 ઉમેદવારે પરીક્ષા આપી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યમાં MSUમાં જ પ્રોગ્રામ ચાલુ છે
  • 50 ટકાથી વધુ માર્ક્સ હશે તો પ્રવેશ અપાશે

મ.સ.યુનિ.પીએચડી એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ માટે 160 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આઇઆઇટી-આઇઆઇએમમાં પીએચડી એક્ઝિક્યુટિવ પ્રોગામ ચલાવાય છે. કોર્પોરેટ જગત તથા સરકારી કચેરીના ઉચ્ચ અધિકારીઓ પીઅેચડીનો અભ્યાસ કરી શકે તે માટે પીએચડી એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની શરૂ કરવાની જાહેરાત એક વર્ષ પહેલાં યુનિવર્સિટી દ્વારા કરાઈ હતી. જોકે કોરોનાને પગલે પ્રોગ્રામ શરૂ કરી શકાયો નહતો. જોકે ગત સપ્તાહે પીએચડી એક્ઝિક્યુટિવની પરીક્ષા લેવાઈ હતી. જેમાં 160 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

50 ટકાથી વધારે માર્ક હોય તેને પ્રવેશ અપાશે. પીએચડી એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ મલ્ટી ડિસિપ્લિનરી છે. ઉમેદવાર 1 કરતાં વધારે વિષયમાં પીએચડી કરી શકશે, તેના માટે તે વિવિધ વિભાગના રિસર્ચ ગાઇડનો ઉપયોગ કરી શકશે. પીએચડી એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ કોર્પોરેટ જગતના ઉચ્ચ અધિકારીઓ તથા સરકારી કચેરીના ઉચ્ચ અધિકારીઓ જે પીએચડી માટે સમય ફાળવી શક્યા ન હોય તેમના માટે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ ઓનલાઇન મોડથી કરી શકાશે. રાજ્યમાં માત્ર એમ.એસ.યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...