તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:PHCના કર્મીઓને પ્રોત્સાહન રૂપે માનદ વેતન ન ચૂકવાયું, આરોગ્ય કર્મચારીઓમાં વ્યાપેલી નારાજગી

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે કલેક્ટર અને ડીડીઓને આવેદન અપાશે

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 12 મે 2020 ના પરિપત્ર મુજબ કોરોના  વોરિયર્સ સન્માન યોજના હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે માનદવેતન મળવાનું નથી, તેવું જાહેર કરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. વડોદરા જિલ્લા આરોગ્ય કર્મચારીઓના મંડળના પ્રમુખ સંજય રાઉલજી એ વધુમાં જણાવ્યું કે,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આરોગ્ય કર્મચારીઓ વાઇરસ ના લક્ષણો દેખાય તો તેમને હોમ કવોરન્ટીન પણ કરે છે. આરોગ્ય કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં લઈને કોરોના વોરિયર્સ તરીકે કામ કરે છે ત્યારે સરકાર દ્વારા પાયાના કર્મચારીઓને જ પ્રોત્સાહન  રૂપે માનદ મહેનતાણું ચૂકવવાનું ઇનકાર કરતાં આરોગ્ય કર્મચારીઓ રોષે ભરાયા છે. જ્યારે આ બાબતે બુધવારના રોજ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપશે. તમામ આરોગ્ય કર્મચારીઓ હાલ શાંતિ રાખે અને પોતાની ફરજ બજાવે તેવી રાજ્ય મહાસંઘ વતી અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લામાં આશા વર્કરો દ્વારા પણ ઘરે-ઘરે જઈને આયુર્વેદિક ઉકાળો હોમિયોપેથીક દવાઓ આ ઉપરાંત લોકોનું મેડિકલ સ્ક્રિનિંગ પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ આશાવર્કર બહેનો માટે વિશેષ સુવિધા કરાતી નથી.  

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો