તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે કોરોના ટેસ્ટનું કૌભાંડ:ગોધરામાં 135 રેપિડ એન્ટીજન કીટ સાથે ફાર્માસિસ્ટ ઝડપાયો, ઘરમાં જ કોરોના ટેસ્ટ કરીને દર્દીઓ પાસેથી નાણાં પડાવતો હતો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી રિઝવાન એહમદ ભાઇજમાલ અને રેપિડ એન્ટીજન કીટનો જથ્થો - Divya Bhaskar
આરોપી રિઝવાન એહમદ ભાઇજમાલ અને રેપિડ એન્ટીજન કીટનો જથ્થો
  • ગોધરા બી ડિવીઝન પોલીસે આરોપી પાસેથી 2,02,500 રૂપિયાની કિંમતની 135 રેપિડ એન્ટીજન કીટ જપ્ત કરી
  • આરોપી રિઝવાન એહમદ ભાઇજમાલ વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે

ગોધરાના મીઠીખાન મહોલ્લામાંથી SOGએ 135 રેપિડ એન્ટીજન કીટ સાથે ફાર્મસિસ્ટની ધરપકડ કરી છે. વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતો ફાર્માસિસ્ટ રિઝવાન એહમદ ભાઇજમાલ ઘરમાં જ દર્દીઓના રેપિડ ટેસ્ટ કરીને રૂપિયા પડાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આરોપી કરાર આધારિત ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે
ગોધરા SOG પોલીસને બાતમી મળી હતી કે, ગોધરા મીઠીખાન મહોલ્લાના રહેતા ફાર્માસિસ્ટ રિઝવાન એહમદ ભાઇજમાલના ઘરમાં રેપીડ એન્ટીજન કીટ રાખે છે અને દર્દીઓના કોરોના ટેસ્ટ પણ કરે છે. જેને આધારે પોલીસે રેડ પાડીને આરોપીની ધરપકડ કરી હતી અને રેપિડ એન્ટીજન કીટના સાત બોક્સ મળી આવ્યા હતા. રિઝવાન એહમદ ભાઇજમાલ વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે.

ગોધરા બી ડિવીઝન પોલીસે આરોપી પાસેથી 2,02,500 રૂપિયાની કિંમતની 135 રેપિડ એન્ટીજન કીટ જપ્ત કરી
ગોધરા બી ડિવીઝન પોલીસે આરોપી પાસેથી 2,02,500 રૂપિયાની કિંમતની 135 રેપિડ એન્ટીજન કીટ જપ્ત કરી

આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો
એક તરફ રાજ્યમાં કેટલાક સેન્ટરમાં રેપિડ કીટ નહીં હોવાથી દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે સરકારી કેન્દ્રમાં ફાળવવામાં આવતી રેપિડ એન્ટીજન કીટ ઘરમાં રાખીને ફાર્માસિસ્ટ કોરોના ટેસ્ટ કરતો હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે.

આરોપી પાસેથી 2,02,500 રૂપિયાની કિંમતની 135 રેપિડ એન્ટીજન કીટ જપ્ત
ગોધરા બી ડિવીઝન પોલીસે આરોપી પાસેથી 2,02,500 રૂપિયાની કિંમતની 135 રેપિડ એન્ટીજન કીટ જપ્ત કરી છે અને આરોપીની પૂછપરછ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી રિઝવાન એહમદ ભાઇજમાલ વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે
આરોપી રિઝવાન એહમદ ભાઇજમાલ વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવે છે

રેમડેસિવિર બાદ રેપિડ એન્ટીજન કીટનું કૌભાંડ બહાર આવ્યું
આ પહેલા રાજ્યભરમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનનું મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારબાદ વડોદરા શહેરમાં પણ ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારીનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાર બાદ હવે સરકારી એન્ટીજન કીટથી કોરોના ટેસ્ટ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...