તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવક:કોરોનાના બીજા વેવમાં GSTને ફાર્મા ઉદ્યોગનો ડોઝ, 5 મહિનામાં રૂા.78 કરોડનું કલેક્શન વધ્યું

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાન્યુઆરીથી મેની છેલ્લાં બે વર્ષની GSTની આવક - Divya Bhaskar
જાન્યુઆરીથી મેની છેલ્લાં બે વર્ષની GSTની આવક
  • વડોદરામાં ફાર્મા ઉદ્યોગો ઉપરાંત કેમિકલ-સર્વિસ સેક્ટરનો પણ મોટો ફાળો
  • રાજ્યમાં 8%ની હિસ્સેદારી; ગત વર્ષે જાન્યુઆરીથી મે સુધી વડોદરા ઝોનમાં GSTની રૂા. 1336.84 કરોડની આવક હતી, આ વર્ષે રૂા. 1415.23 કરોડની આવક થઇ

કોરોનાના બીજા વેવમાં સંખ્યાબંધ કેસો આવ્યાં અને આંશિક લોકડાઉન છતાં પણ જાન્યુઆરીથી મે સુધી સ્ટેટ જીએસટીની આવકમાં રૂા. 78 કરોડનો વધારો નોંધાયો છે. આ સમયમાં વડોદરા અને આસપાસના વિસ્તારમાં આવેલા ફાર્મા ઉદ્યોગો ધમધમ્યા તેના લીધે આ વધારો નોંધાયો છે. ગત વર્ષે જાન્યુઆરીથી મે સુધી કુલ જીએસટી કલેકશન 1336.84 કરોડનું હતું. જ્યારે આ વર્ષે આ કલેકશન વધી રૂા.1,415.23 કરોડ થયું હતું. વડોદરા ડિવિઝનમાં વડોદરા જિલ્લા ઉપરાંત પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ અને મહિસાગરનો આંશિક ભાગનો સમાવેશ થાય છે.

ચાલુ વર્ષે વડોદરા ડિવિઝનમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન 552 .64 કરોડનું જીએસટી કલેકશન થયું હતું. જે ગત વર્ષના રૂ. 155.23 કરોડ કરતા ત્રણ ગણાથી પણ વધુ છે. જોકે આ વર્ષે માર્ચ મહિનામાં માત્ર રૂ.10 કરોડની જ જીએસટીની આવક નોંધાઇ હતી. પણ ત્યારબાદ એપ્રિલ અને મેમાં અનુક્રમે 3 અબજ અને મેમાં અંદાજે 2.4 અબજનું કલેકશન થયું હતું.

વડોદરામાં સૌથી ઓછી આવક આ વર્ષે માર્ચ મહિનામાં ભલે થઇ હોય પણ રાજ્યમાં મે મહિનામાં સૌથી ઓછી આવક 2637.18 કરોડની થઇ છે. વડોદરાની પાંચ મહિનાની જીએસટીની આવક 2415.23 કરોડની છે જે રાજ્યની 17597 કરોડની સરખામણીએ 8 ટકા છે. વડોદરામા ફાર્મા ઉપરાંત કેમિકલ અને સર્વિસ સેક્ટરમાં જ જીએસટી નોંધપાત્ર વધારો નોંધાયો છે.

મહિનો2019-202020-21
જાન્યુઆરી409.71432.61
ફેબ્રુઆરી414.93419.76
માર્ચ356.9710.22
એપ્રિલ39.84304.36
મે115.39248.28
કુલ1336.841415.23

​​​​​મુંબઇનું લોકડાઉન નડ્યું : માર્ચમાં રૂા.10 કરોડનું જ કલેક્શન થઇ શક્યું

વડોદરાના ફાર્મા ઉદ્યોગોથી નિકાસ દેશભરના રાજ્યોમાં થાય છે પણ વેપારનો મોટો હિસ્સો મહારાષ્ટ્ર સાથે છે. ફાર્મા ઉદ્યોગની પ્રોડક્ટ્સ પણ મહારાષ્ટ્ર વધુ જાય છે. માર્ચમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન હતું. જેના લીધે કોઇ ગુડ્સ-સર્વિસના કોઇ વહેવાર થઇ શક્યા ન હતા. જેના લીધે આ વર્ષે માર્ચમાં મહિનામાં માત્ર રૂ.10 કરોડનું કલેકશન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...