ફાર્મા કંપનીના માલિકને ફોન કરી 13 લાખની ઉઘરાણી કરવામાં આવતાં કંપનીના માલિકે મિથેનોલ પિવડાઈને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ગોરવા પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કર્યો હતો. આજવા ચોકડી પાસે આવલેા ડવડેક એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશકુમાર ગોયલ મુંબઈની કુબેર ફાર્મા કંપનીના ગુજરાતના પ્રતિનીધી તરીકે કેમીકલ્સનો વેપાર કરે છે. કુબેર ફાર્મા કેમ્પ પાસેથી સારાભાઈ કેમ્પસની જે.કે ફાર્મા નામની કંપની ધરાવતા જીજ્ઞેશ પરમારે 38 લાખનું કેમિકલ લીધું હતું. જેમાંથી 25 લાખ ચુકવ્યા 13 લાખ બાકી હતા. બાકી રકમ લેવા રાજેશભાઈ જીજ્ઞેશભાઈને વાંરવાર ટકોર કરતા હતા પણ તે કોઈને કોઈ બહાનું આપીને પૈસા આપવાનું ટાળતા હતા.
ગુરુવારે રાજેશભાઈ જીજ્ઞેશભાઈની ઓફિસમાં પૈસા લેવા ગયા હતા પણ તે ઓફિસમાં હાજર નહોતા. જેથી તેમણે જીજ્ઞેશભાઈને ફોન કરતા તેમણે રાજેશભાઈને ધમકી આપી હતી કે, ‘રાજેશ ભાઈ બહુત હોશિયારી મત કરના ઓર બાર-બાર ફોન ભી મત કરના, મે બહુત નંગા આદમી હું. આપકો માલુમ નહી પડેગા ઓર આપકે સામને બેઠકે મિથેનોલ પીલા દુંગા. ઓર મેં અપની પે આ ગયા તો આપકે મુહ સે ખુન નિકાલ દુંગા.’ આમ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજેશ ભાઈએ જીજ્ઞેશ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.