ભાસ્કર વિશેષ:શુક્ર ગ્રહ વક્રી થતાં પેટ્રોલ-ડીઝલ, સોનું-ચાંદી પ્રવાસ મોંઘાં બને: સિંહ, વૃશ્ચિક, કુંભને આર્થિક બાબતે સાચવવું પડશે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી 29 જાન્યુઆરી-2022થી શુક્ર માર્ગી થઈને કુંભ રાશિમાં પ્રવેશ કરશે

શુક્ર ગ્રહે 19 ડિસેમ્બરે સાંજે 4:32 કલાકથી મકર રાશિમાં વક્રી ચાલથી ગતિ કરવાનું શરૂ કર્યું છે. શુક્ર ગ્રહ 29 જાન્યુઆરી,2022ના રોજ બપોરે 2 વાગ્યા સુધી વક્રી રહેશે. ત્યારબાદ શુક્ર ગ્રહ વક્રીમાંથી માર્ગી થઈને કુંભ રાશિમાં આગળ વધશે. શુક્ર વક્રી થતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજી, સોનું-ચાંદી તેમજ પ્રવાસમાં મોંઘવારી વર્તાશે. જ્યારે સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં કાળજી રાખવી પડશે.

શાસ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, શુક્ર ગ્રહ મિત્ર ગ્રહ શનિની મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. શુક્ર ગ્રહ જે માર્ગી હતા તે વક્રી થતાં બારેય રાશિ પર આ પરિવર્તનની અસર રહેશે. શુક્ર ગ્રહ વક્રી એટલે ઊલટી ચાલથી માંગલિક પ્રસંગો, કપડાં, જ્વેલરી, કોસ્મેટિક, યાત્રા-પ્રવાસના ક્ષેત્રમાં ભાવ વધારા સાથે અસમંજસની સ્થિતી ઊભી કરાવશે. સોનું-ચાંદી, પેટ્રોલ-ડીઝલ અને સીએનજીમાં પણ ભાવ વધારો ઝીંકાશે. જ્યારે શેરબજારમાં મોટો કડાકો થવાની સંભાવના ગોચર ગ્રહો દર્શાવી રહ્યા છે.

બારેય રાશિ પર અસર

 • મેષ - ભાગ્યવૃદ્ધિ થશે, શુભ ફળ મળે
 • વૃષભ - નોકરી-ધંધામાં પ્રગતિ થશે
 • મિથુન -આરોગ્યની કાળજી રાખવી, ખર્ચ વધે
 • કર્ક -હિતશત્રુઓથી સાવધ રહેવું
 • સિંહ - વધુ મહેનતે સફળતા મળે
 • કન્યા - ભાઈ-ભાંડુથી લાભ થશે
 • તુલા - માંગલિક પ્રસંગથી ખુશ રહેશો
 • વૃશ્ચિક - આર્થિક વ્યવહારમાં કાળજી રાખવી જરૂરી
 • ધન - નાણાભીડ દૂર રહેશે, આર્થિક રીતે શુભ સમય
 • મકર - શત્રુઓ પર વિજય મળે, વડીલ વર્ગથી લાભ
 • કુંભ - ક્રોધ પર સંયમ વર્તવો, ધીરજનાં ફળ મીઠાં
 • મીન - આકસ્મિક લાભ મળે, સફળતા મળશે

સિંહ,વૃશ્ચિક, કુંભ ને અશુભ ફળ આપશે
​​​​​​​શુક્ર ગ્રહની વક્રી ગતિથી મેષ, વૃષભ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિને શુભ ફળ પ્રાપ્ત થશે. જ્યારે મિથુન અને કર્ક માટે આરોગ્ય સંબંધી ચિંતા ઉપજાવી શકે છે. સિંહ, વૃશ્ચિક અને કુંભને આર્થિક બાબતે સાચવવાનું દર્શાવે છે.

આજે વર્ષની સૌથી લાંબી રાત રહેશે
​​​​​​​21 ડિસેમ્બરથી શાયન ઉત્તરાયણની શરૂઆત થશે. વડોદરાનો સૂર્યોદય મંગળવારે 7:12 કલાકે થશે અને સૂર્યાસ્ત 5:59 કલાકે થશે. આ પ્રમાણે દિવસ 10 કલાક અને 47 મિનિટનો રહેશે અને રાત્રી 13 કલાક અને 12 મિનિટની રહેશે. જેથી વર્ષની સૌથી લાંબી રાત્રી મંગળવારે પ્રાપ્ત થશે. ધીરે ધીરે દિવસ લાંબો-રાત્રી ટુંકી થશે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...