તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખળભળાટ:વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાંથી એક સામટા 37 પોલીસ કર્મીઓને છુટ્ટા કરી મૂળ સ્થાને બદલી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર.
  • થોડા દિવસ પહેલા કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ચડ્યો હતો

શહેર પોલીસ તંત્રની મહત્વની શાખા ગણાતી ક્રાઇમ બ્રાન્ચમાંથી એક સામટા 37 પોલીસ કર્મીઓને છુટ્ટા કરી મૂળ સ્થાને પરત બદલી કરી દેવા પોલીસ કમિશનરે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસની આબરૂના ધજાગરા ઉડાડનાર પી.સી.બીના કોન્સ્ટેબલની હરકતો સામે આવી હતી. ત્યારબાદ પી.સી.બીમાંથી તાત્કાલીક ધોરણે 7 પોલીસ કર્મીઓને છુટ્ટા કરી મૂળ સ્થાને મોકલી દેવામાં આવ્યાં હતા.

કોન્સ્ટેબલની કારમાંથી દારૂની બોટલો મળી હતી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરવું એ કેટલાક અધિકારીઓ અને કર્મીઓ માટે ગર્વ અનુભવવા જેવી બાબત માનવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચનું નામ પડતા જ ભલભલાને પરસેવો છોડાવી દે તેવી આ શાખાની ધાક હોય છે. તેવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરવા માટે કેટલાક પોલીસ કર્મીઓ લાગવગ લગાવી પણ લાંબા સમયથી પોતાની પકડ જમાવી બેઠા હતા. તેવામાં શહેર પોલીસની પી.સી.બી શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ તાજેતરમાંજ દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ચડ્યો હતો અને તેની કારમાંથી બે દારૂની બોટલો પણ મળી આવી હતી.

પોલીસ કમિશનરના આદેશથી પોલીસ બેટામાં ખળભળાટ
શહેર પોલીસને વધુ એક વખત લાંછન પહોંચડતી આ ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગને નિચુ દેખવાનો વારો આવ્યો હતો. જેથી શહેર પોલીસ કમિશ્નરે આ કોન્સ્ટેબલને તાત્કાલીક સસ્પેન્ડ કરી પી.સી.બીમાં ફરજ બજાવતા અન્ય 7 કર્મીઓની તાત્કાલીક બદલી કરી તેમના મૂળ સ્થાને (પોલીસ સ્ટેશન) બદલી કરી દેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં ચાલતા અંધેર વહીવટની જાણ પોલીસ કમિશ્નરના કાને પડતા એક સામટા 37 પોલીસ કર્મીઓની ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી કરી તેમના મૂળ સ્થાને મોકલી દેવા આદેશ કરતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ટ્રાફિક શાખા સહિતના વિભાગમાં બદલી કરાઈ
શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 37 પોલીસ કર્મીઓની બદલી કરી ટ્રાફિક શાખા, કંટ્રોલ રૂમ, સયાજીગંજ, સીટી, રાવપુરા, કારેલીબાગ, હરણી, બાપોદ, વારસીયા, પાણીગેટ, વાડી, ફતેગંજ, જવાહરનગર, માંજલપુર, છાણી, નંદેસરી, જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં પરત મોકલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો