નિર્ણય:કાચા રસ્તા પાકા કરવાનાં કામો માટે સ્થાયી સભ્યો ચોકીદારની ભૂમિકામાં

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલી વખત ઓન ફીલ્ડ સુપરવિઝન માટે સ્થાયીની એન્ટ્રી
  • 4 ઝોન પૈકી દરેક ઝોનમાં 2.50 કરોડની ખર્ચ મર્યાદા નક્કી કરાઇ

શહેરમાં કાચા રસ્તા આ કરવાની કામગીરી પર સ્થાયી સમિતિના જે તે ઝોનના સભ્યોની નજર રાખશે તેવો નિર્ણય સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા વિવાદ સર્જાયો છે.શહેર ના એક ઝોનમાં અઢી કરોડ રૂપિયાના ખર્ચે કાચા રસ્તા પાકા કરવામાં આવે છે.સમગ્ર શહેર ચાર ઝોનમાં વહેંચાયેલુ છે અને તે મુજબ આ ચાર રસ્તા કરવાનો ખર્ચો દસ કરોડ રૂપિયાનો અંદાજવામાં આવ્યો છે. જેના માટે પાલિકાના રોડ વિભાગે ઝોન દીઠ મંગાવ્યા હતા અને તેમાં પશ્ચિમ ઝોનનું લોએસ્ટ ટેન્ડર રૂ 1.49કરોડનું આવ્યું હતું કે જે અંદાજ કરતાં 40.13 ટકા ઓછા ભાવનું હતું. ઉત્તર ઝોનમાં પણ 1.41 કરોડનું ટેન્ડર લોએસ્ટ આવ્યું હતું કે જે અંદાજ કરતા 43.30% ઓછા ભાવનું રહ્યું હતું.

દક્ષિણ ઝોનમાં 49.5 % ઓછા ભાવનું રૂ 1.27 કરોડનું ટેન્ડર લોએસ્ટ રહ્યું હતું. આ ચારેય ઝોનમાં કાચા રસ્તા પાકા કરવા માટે ચાર ટેન્ડર જુદા જુદા આવ્યા હતા અને તેને મંજૂરી માટે અગાઉ સ્થાયી સમિતિમાં મુકવામાં આવ્યા હતા પણ તેના પર નિર્ણય લેવાનું ટાળ્યું હતું.

શહેરના ચાર ઝોનમાં કાચા રસ્તા પાકા કરવા માટે આવેલા ટેન્ડર અને મંજૂર કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને પાલિકાના અંદાજ કરતાં 40 ટકા ઓછા ભાવના લોએસ્ટ ટેન્ડર આવ્યા છે ત્યારે તેની ગુણવત્તા અંગે પણ આડકતરી રીતે સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.જેના પગલે દરેક ઝોનમાં રોડની આ કામગીરી પર નજર રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે જે તે ઝોનના સ્થાયી સમિતિના સભ્યો નજર રાખશે તેવો નિર્ણય લઈને તેને લગતો ઠરાવ પણ કર્યો હતો.

કોંગ્રેસે ઓછા ભાવના ટેન્ડરની દરખાસ્ત આવતાં જ સવાલો ઉઠાવી તપાસ માગી
કાચા રસ્તા પાકા કરવા આવેલી 4 દરખાસ્તને અંદાજ કરતા ઓછા ભાવની દરખાસ્તો આવી હતી. શહેર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. શહેરના ચાર ઝોનમાં એક સમાન ભાવે કાચા રસ્તા પાકા કરવાના છે ત્યારે વાર્ષિક ઇજારામાં ચારેય ઝોનમાં સમાન ટકાવારી રહી ન હતી. કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ ક્વોલિટી અને ક્વોન્ટીટી સંદર્ભે શંકા વ્યકત કરી અલગ ભાવ અંગે ચકાસણી કરવા પત્ર લખ્યો હતો. તેવી જ રીતે અમી રાવતે મેયર,મ્યુ.કમિ. અને સ્થાયી અધ્યક્ષનું લેખિતમાં ધ્યાન દોર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...