તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ ઓન ફૂડ હેબિટ્સ:યુવાનો દ્વારા કાયમી લેવાતું જંક ફૂડ ભવિષ્યમાં વહેલીતકે રક્તવાહિનીના રોગોનું કારણ બનશે

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડાબે દેવાંશી ગાંધી અને જમણે ડો.શોનિમા વેણુગોપાલ - Divya Bhaskar
ડાબે દેવાંશી ગાંધી અને જમણે ડો.શોનિમા વેણુગોપાલ
 • MSU ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના સભ્યોેેએ 168 વિદ્યાર્થીઓના HFSS આહાર પર રીસર્ચ કર્યું

વ્યક્તિનો આહાર તેના સ્વાસ્થ્ય સાથે ગાઢ સબંધ ધરાવે છે. વિવિધ પ્રકારના રોગના ઇતિહાસમાં આહારનો અગત્યનો ફાળો છે. WHO પ્રમાણે દર વર્ષે 41 મિલિયન લોકો બિન સંક્રમિત રોગથી મૃત્યુ પામે છે જે વિશ્વના 71 ટકા મૃત્યુ બરાબર છે. MSUની ફેકલ્ટી ઓફ ફેમેલી એન્ડ કમ્યુનિટી સાન્સિસના આસિસટન્ટ પો. ડો. શોનિમાં વેણુગોપાલ અને વિદ્યાર્થીની દેવાંશી ગાંધી દ્વારા MSUમાં અભ્યાસ કરતા યુવાનો દ્વારા લેવાતો હાઇ ફેટ સોલ્ટ સુગર (HFSS) આહાર પર સર્વે કરાયો હતો. જેમા જાણવા મળ્યું હતું કે આશરે 39 ટકા વિદ્યાર્થીઓ તેમના રોજીંદા આહારની 30 ટકા કેલેરી ફેટ્સમાંથી મેળવે છે. જે આગામી જીવનમાં વહેલી તકે રક્તવાહિની રોગોનું કારણ બની શકે છે.

53માં IDACONમાં રીસર્ચ પ્રથમ ક્રમાંકે
વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવતા હાઇ ફેટ સોલ્ટ સુગર (HFSS) આહાર પર કરવામાં આવેલા રીસર્ચને ઇન્ડિયન ડાએટીક એસોસિએશન દ્વારા યોજાએલ 53માં IDACON 2020માં ઓરલ પ્રેઝન્ટેશન ઇન ફ્રી ક્મ્યુનિકેશન કેટેગરીમાં પ્રથમ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ લેવલ પર યોજાઇ હતી.

ઇટ રાઇટ ઇન્ડિયા કેમ્પેનથી જાગૃતિ અપાઇ
ભારત સરકાર દ્વારા લોકોમાં તંદુરસ્ત જીવનશૈલીના મહત્વ અંગે જાગૃતી લાવવા માટે ઇટ રાઇટ ઇન્ડિયા ચળવળ અમલમાં મૂકવામાં આવી છે. આ ચળવળને મજબુત બનાવવા માટે સેલીબ્રિટીઝ દ્વારા કેમ્પેઇન પણ કરવામાં આવી રહ્યા છે. યુવાનોની જંક ફુડ ખાવાની આદતને દુર કરવા માટે કેન્ટીનમાં પણ ફક્ત સ્વાસ્થ્ય માટે તંદુરસ્ત ફુટ આઇટમ્સ રાખવી જોઇએ.

ચિપ્સ, નુડલ્સ, બિસ્કિટ જેવંુ ફૂડ વધુ ખવાય છે
ડો. શોનિમા વેણુગોપાલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ ઓછા સમયમાં સરળતાથી બનતુ ભોજન લેવાનુ પસંદ કરે છે અથવા અન્ય શહેરથી ભણવા આવ્યા હોવાથી જંક ફુડ ખાઇ લે છે. વિદ્યાર્થીઓ ચિપ્સ, નુડલ્સ, સોલ્ટેડ બિસ્કિટ, સુગર વાળા ફ્રૂટ ડ્રિન્ક અને ઇંડાની આઇટ્મ્સ વધુ ખાતા હોવાનુ રીસર્ચમાં જાણવા મળ્યુ છે. 168 વિદ્યાર્થીઓ પૈકી 66 વિદ્યાર્થીઓ જંક ફુડમાંથી 30 ટકા કેલેરી પ્રાપ્ત કરે છે. જ્યારે 94 વિદ્યાર્થીઓ સુગરમાંથી 5 ટકા કેલેરી મેળવે છે. જે નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ ન્યુટ્રીશન પ્રમાણે શુન્ય હોવુ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો