તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સેનાપતિ મંગળ ગ્રહ કર્કમાં પ્રવેશતાં કાયદો-વ્યવસ્થાના નામે લોકો ત્રસ્ત બનશે, પેટ્રોલ-ડીઝલ હજી મોંઘાં થશે

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 2 જૂનથી નીચનો થયેલો મંગળ ગ્રહ હવે 20 જુલાઈ સુધી કર્ક રાશીમાં રહેશે

2 જૂનના રોજ સવારે 6:51 કલાકે મંગળ ગ્રહ મિથુન રાશીમાંથી કર્ક રાશીમાં પ્રવેશ કરી ચૂક્યો છે, જે 20 જુલાઈ સુધી કર્ક રાશીમાં જ રહેશે. મંગળ ગ્રહનું આ ગોચર પરીભ્રમણ ખૂબ જ મહત્ત્વનું છે. મંગળ ગ્રહ નીચનો હોવાથી લોકો કાયદો અને વ્યવસ્થાના નામે ત્રસ્ત થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રી નયન જોશીએ જણાવ્યું હતું કે, કર્ક રાશીમાં મંગળ ગ્રહ નીચનો થાય છે. કર્ક રાશીનો સ્વામી ચંદ્ર ગ્રહ મંગળનો મિત્ર ગ્રહ છે, પરંતુ નીચનો મંગળ શુભ ફળ આપનાર નથી. મંગળ ગ્રહ 9 ગ્રહોમાં સેનાપતિ કહેવાય છે.

સેનાપતિનું કામ કાયદો-વ્યવસ્થા જળવાય, સુશાસન અને શત્રુઓ હાનિ ન પહોંચાડે તે જોવાનું છે. જોકે મંગળ ગ્રહ નીચનો થતાં કાયદો અને વ્યવસ્થાના નામે પ્રજાજનો ત્રસ્ત થશે. સરકારી અધિકારીઓની જોહુકમી દેખાશે. મંગળ જમીન-મકાન, બાંધકામ અને વીજળીનો કારક ગ્રહ હોવાના કારણે આ દરેક ક્ષેત્રમાં થોડી મંદી અને સમસ્યાઓ ઉદભવી શકે છે. કેટલાંક ક્ષેત્રોમાં શોટ-સર્કિટ કે વીજળી પડવાના બનાવો બનવાની સંભાવના રહેલી છે, જેથી દરેકે સતર્કતા રાખવી જરૂરી રહેશે. સોનું-ચાંદી જેવી ધાતુ થોડી નબળી પડી શકે છે, જ્યારે પેટ્રોલ-ડીઝલ અને તૈલી પદાર્થો મોંઘા થઈ શકે છે..

મંગળના ભ્રમણની કઈ રાશી પર કેવી અસર થશે

 • ​​​​​​​મેષ : મકાન-વાહન સંબંધી કાર્યોમાં ઉતાવળિયા નિર્ણય લેવા નહીં.
 • વૃષભ : સરકારી કાર્યો ચીવટથી કરવાં.
 • મિથુન : વાણી - ક્રોધ પર સંયમ વર્તવો
 • કર્ક : આરોગ્યની કાળજી રાખવી.
 • સિંહ : આકસ્મિક ખર્ચનું પ્રમાણ વધે.
 • કન્યા : આવકમાં વૃદ્ધિ થશે.
 • તુલા : વડીલની સલાહથી લાભ થાય.
 • વૃશ્ચિક: સફળતા મંદ ગતિએ મળે.
 • ધન : આરોગ્યમાં સુધારો જોવા મળે.
 • મકર : ભાગીદારો સાથે અણબનાવ-ગેરસમજ ઉદભવે.
 • કુંભ : શત્રુઓથી સાવધ રહેવું, આવક એટલી જાવક થશે.
 • મીન : પ્રેમમાં સફળતા મળે, સંતાનના પ્રશ્નો ઉકેલાય.
અન્ય સમાચારો પણ છે...