આયોજન:યુનિ.માં લોકોને ગિલોયની દવા બનાવવાની ટ્રેનિંગ અપાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટની વિભાગ -આયુર્વેદીક કોલેજના ઉપક્રમે આયોજન : ટ્રેનિંગ માટે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે

જીવનના અમૃત તરીકે ઓળખ મેળવનાર ગિલોયના પાનમાંથી આયુર્વેદીક દવા બનાવાની ટ્રેનીંગ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગ અને આયુર્વેદીક કોલેજ તથા હોસ્પીટલના સંયુકત ઉપક્રમે સામાન્ય શહેરીજનોને શીખવાડવામાં આવશે. તારીખ 17-18 સપ્ટેમ્બરના રોજ ગિયોલમાંથી આયુર્વેદિક દવા બનાવાનું શીખવાડવામાં આવશે.

17 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યે તથા 18 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે યુનિવર્સિટી હેડ ઓફીસની પાછળ આવેલા આર્બોરેટમ તથા મેડિસન પ્લાનસ ગાર્ડન ખાતે શીખવાડવામાં આવશે. ગિલોયમાંથી દવા બનાવવાની ટ્રેનીગના કાર્યક્રમમાં સામાન્ય જનતા પણ રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઇ શકશે. ઉલ્લેખનીય છે કે બોટની વિભાગ દ્વારા ગિલોયના છોડ ઉગાડીને પણ જાહેર જનતાને આપવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન ગિલોયનું મહત્વ વધી જવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...